તા. ૪ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૫ ગુરૂવાર
મદીનાથી હૈદરાબાદ જતી ફ્લાઇટમાં બોમ્બની ધમકી બાદ અમદાવાદમાં ઇમરજન્સી લેન્ડિંગ : વિમાનમાં ૧૮૦ મુસાફરો અને ૬ ક્રૂ સભ્યો હતા : વિમાન અમદાવાદમાં સુરક્ષિત રીતે ઉતર્યુ હતું: ફ્લાઈટનું સંપૂર્ણ ચેકિંગ અને સેનિટાઈઝેશન ચાલુ : પોલીસે ધમકી આપનાર પેસેન્જરને કસ્ટડીમાં લઈ લીધો છે અને તેની સઘન પૂછપરછ શરૂ કરી દીધી છે6:52 PM IST
બહુચરાજી મંદિરમાં જય બહુચરના બદલે લગાવ્યા જય ભીમના નારા : નવા વિવાદમાં ફસાયા MLA જીગ્નેશ મેવાણીઃ ભકતોએ લગાવ્યા ગંભીર આરોપઃ મંદિર પરિસરમાં પહોંચીને પણ માતાજીનાં દર્શન ન કરતા ભકતોમાં નારાજગી! માં બહુચરનાં આંગણે આવેલા મેવાણી ચૂકી ગયા માં બહુચરની ગરિમાઃ જીગ્નેશ મેવાણીએ ન માતાજીનાં દર્શન કર્યા કે ન માતાજીની સેવા કરી!10:52 AM IST
ઈન્ડિગોની મુશ્કેલી યથાવત્ : શેડ્યૂલને સ્થિર કરવા આગામી ૨-૩ દિવસ સુધી વધુ ફ્લાઈટ્સ રદ રહેશે : કંપનીએ DGCA ને આપી જાણકારી : સેંકડો વિલંબ અને રદ્દીકરણ બાદ નાગરિક ઉડ્ડયન નિયામક દ્વારા ઈન્ડિગોના ટોચના મેનેજમેન્ટને બોલાવાયું : એરલાઈને ૮ ડિસેમ્બરથી ફ્લાઈટ ઓપરેશન્સ ઘટાડવાની તૈયારી બતાવી : CEO પીટર એલ્બર્સનું નિવેદન - 'ઓપરેશન્સને સામાન્ય બનાવવું તાત્કાલિક લક્ષ્ય'9:26 PM IST
સરકાર ગરીબોના અધિકારો છીનવી રહી છે: ગ્રામીણ દિલ્હીના પ્રતિનિધિઓ રાહુલ ગાંધી સાથે મળ્યા :જમીન કબજે કરવાના ષડયંત્રનો આરોપ લગાવ્યો : રાહુલ ગાંધીએ જન સંસદમાં ગ્રામીણ દિલ્હીના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી અને જમીન સંપાદન અને જમીન સંપાદન અંગેની તેમની ચિંતાઓ સાંભળી: રાહુલ ગાંધીએ કહ્યું કે તેઓ ગ્રામીણ દિલ્હીના દરેક નાગરિકને ન્યાય મળે તે માટે સંસદમાં આ મુદ્દો મજબૂતીથી ઉઠાવશે.11:50 PM IST
રશિયા અને ભારત દક્ષિણ એશિયામાં મુખ્ય શક્તિઓ : રશિયન સંરક્ષણ પ્રધાને બંને દેશોની મિત્રતાને મજબૂત ગણાવી : ભારત-રશિયા સંરક્ષણ સહકાર પર આંતર-સરકારી આયોગની 22મી બેઠક નવી દિલ્હીમાં યોજાઈ: રશિયન સંરક્ષણ પ્રધાન બેલોસોવે કહ્યું કે "ભારત અને રશિયા ઊંડી પરંપરાઓથી જોડાયેલા છે. અમારી મિત્રતા સમયની કસોટી પર ખરી ઉતરી છે અને પરસ્પર આદર પર આધારિત છે.10:47 PM IST
પુતિનની મુલાકાતથી ભારતને સૌથી મોટી અપેક્ષા શું છે ? પીએમ મોદી અને પુતિનની આખરે વ્યૂહરચના શું હશે ? : યુક્રેન યુદ્ધ પછી પુતિનની ભારત મુલાકાત ભારત-રશિયા સંબંધો માટે એક અગ્નિ કસોટી:ભારત સંરક્ષણ સોદા, સસ્તા તેલ અને ટેકનોલોજી માટે રશિયા પર આધાર રાખે છે, પરંતુ યુનાઇટેડ સ્ટેટ્સને ગુસ્સે કરવા માંગતો નથી10:29 PM IST
રાજ્યમાં ૭૭૭ સહિત દેશના ૨૧૦૦૦ CCTV ઉપર હેકિંગનો ખતરો : ગુજરાતમાં ૭૭૭CCTV કેમેરા સંવેદનશીલ જણાયાઃ કેમેરામાં નબળા સ્પોટસ મળી આવ્યા : રાજકોટમાં ૩૩, ભાજનગરમાં ૨૪, ગાંધીનગરમાં ૨૦, અમદાવાદમાં ૩૯૯, સુરતમાં ૧૬૬, વડોદરામાં ૮૭ CCTV કેમેરાની કિલપ્સ ઈન્ટરનેટ પર ફરતી થઈ શકે છેઃ રાજકોટની ઘટના બાદ સીસીટીવી હેક થવાનું જોખમ વધ્યું10:52 AM IST
દેશમાં રોકડનો યુગ પૂરો : ૨૦૨૪માં ૯૯.૭% લેવડદેવડ ડિજિટલ! UPIનો દબદબો : આજે ભારતે આખા વિશ્વમાં કેશલેસ ટ્રાન્ઝેક્શનમાં ડંકો વગાડી દીધો : ભારત ઝડપથી કેશલેસ અર્થવ્યવસ્થા તરફ આગળ વધી રહ્યું છે : UPI દ્વારા ૨૦૧૯ના પ્રથમ છ મહિનામાં ૮ લાખ કરોડ રૂપિયાની લેવડદેવડ થઈ હતી : જે ૨૦૨૫માં વધીને ૧૪૩ લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે3:43 PM IST
PM મોદીને મળતા પહેલા રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ: ટ્રમ્પ, યુક્રેન સંઘર્ષ અને ભારત-રશિયા સંબંધોના ભવિષ્ય પર ખુલીને વાત! : ૨૫ વર્ષની વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા પુતિન ભારતની બે દિવસીય મુલાકાતે; સંરક્ષણ, ઊર્જા અને S-400 મિસાઇલ સિસ્ટમ પર થઈ શકે છે મોટી ચર્ચા.5:23 PM IST
BRSના શાસનકાળમાં ₹1 લાખ કરોડનો કાલેશ્વરમ પ્રોજેક્ટ બન્યો 'કૂલેશ્વરમ' (ભંગાણગ્રસ્ત માળખું); કોંગ્રેસના પ્રોજેક્ટ્સ અકબંધ: મુખ્યમંત્રી રેવંત રેડ્ડીનો આકરો પ્રહાર! : હુસ્નાબાદની જાહેર સભામાં મુખ્યમંત્રીએ BRS પર વિકાસને અવગણવાનો આરોપ લગાવ્યો, કોંગ્રેસ સરકાર 10 વર્ષમાં 20 લાખ ઘરો બનાવશે તેવી ખાતરી આપી5:19 PM IST
કેનેડામાં આવક કરતાં જાવક વધી જતાં ભારતીયો માટે ‘ગુજરાન' ચલાવવું મુશ્કેલ : કેનેડાની કઠોર વાસ્તવિકતાઃ ‘લઘુત્તમ વેતન' અને ‘જીવનનિર્વાહ વેતન'ના છેડા વચ્ચે મેળ નથી રહ્યોઃ લઘુત્તમ વેતન પર નિર્ભર રહેતા લોકો માટે બે છેડા ભેગા કરીને ગુજરાન ચલાવવું મુશ્કેલ બની ગયું છે : અહીં કમાણી તો છે પરંતુ ખર્ચ અનેક ગણો વધી ગયો છે, સરકારે થોડા દિવસો પહેલા મિનિમમ વેજમાં વધારો કર્યો હતો પરંતુ તે અપૂરતો છે, કેનેડામાં વધતી મોંઘવારીથી મિનિમમ વેજ પર કામ કરતાં લોકો સૌથી વધુ પ્રભાવિત થયા છે3:42 PM IST
નમસ્તે પુતિન... રશિયન રાષ્ટ્રપતિ આજથી બે દિવસીય ભારતની મુલાકાતે : ૩૦ કલાકનું ભારતમાં રોકાણ રહેશે ખૂબ જ મહત્વનું: ભારત-રશિયા વચ્ચેના સંબંધનો નવો અધ્યાય સ્થપાશેઃ પુતિનના આગમન બાદ પીએમ મોદી કરશે પ્રાઈવેટ ડિનરનું આયોજન : ૨૩માં દ્વિપક્ષીય શિખર સંમેલનમાં ભાગ લેશેઃ બંને દેશોના સંરક્ષણ મંત્રીઓ વચ્ચે થશે બેઠકઃ સંરક્ષણ ભાગીદારી સહિત ૯ મહત્વના કરારો પર લાગશે મહોર11:31 AM IST
પુતિન સાથે ભારત આવી રહ્યા છે ૭ મંત્રીઓ11:32 AM IST
સાઈબર ક્રાઈમના ૨૩.૦૨ લાખ ફરિયાદીઓના અત્યાર સુધીમાં રૂ.૭,૧૩૦ કરોડ ઠગાતા સસ્પેક્ટ રજિસ્ટ્રી વડે બચાવાયા : ભારત સરકારે સસ્પેક્ટ રજિસ્ટ્રીની મદદથી સાઈબર ગુનેગારોના ૨૪.૬૭ લાખ લેયર ૧ મ્યુલ એકાઉન્ટ્સ ઓળખી કાઢયા છે અને રૂ.૮૦૩૧ કરોડના ટ્રાન્ઝેક્શન ડિક્લાઈન કર્યા : રાજ્યસભાના સાંસદ પરિમલભાઇ નથવાણીના ભારતમાં વધેલી સાઈબર ક્રાઈમની ઘટનાઓ સામે લેવાયેલાં પગલાં અંગેના પ્રશ્નનો ગૃહ રાજ્યમંત્રીએ આપેલો જવાબ11:33 AM IST
સુંદરતાની ઇર્ષ્યામાં ‘સાયકો કિલર’ માસીએ ચાર બાળકોના ગળા દબાવી પાણીમાં ડુબાડી હત્યા કરી: મૃતકોમાં પોતાનો ખુદનો દીકરો અને ત્રણ ભત્રીજી-કઝિન : પોલીસ ઓફિસર દાદાને શંકા જતા ભયાનક હત્યાકાંડ બહાર આવ્યો : સગી નણંદની દીકરી ઈશીતાની પાણીમાં ડુબાડી હત્યા કરી નાખી તે ઘટના પોતાનો પુત્ર જોઈ જતા તેને પણ મારી નાખ્યો1:17 PM IST
૬ ડિસેમ્બર ૧૯૯૨ થી ૬ ડિસેમ્બર ૨૦૨૫ની સફર, બાબરી મસ્જિદની ૩૩ મી વરસી, ૫૦૦ વર્ષ જૂના વિવાદની સમયરેખાની એક એક ઝલકઃ હિન્દુ અને મુસ્લિમ એમ બંને પક્ષોના સામ સામા હતા દાવા : અયોધ્યાનો પ્રાચીન ભૌગોલિક પરિચય, કૌશલ રાજ્યની રાજધાની હતી અયોધ્યા, રઘુકુળ (સૂર્યવંશી) રાજાઓનુ શાસન કેન્દ્ર બાબરી મસ્જિદનો પરિચયઃ માન્યતા અનુસાર મુગલ શાસન દરમિયાન આ મસ્જિદનુ થયું હતું નિર્માણ, ઇતિહાસ અને તેનો વિવાદ, ૯મી નવેમ્બર ૨૦૧૯ ના રોજ આવ્યો ઐતિહાસિક ચુકાદો અને દાયકાઓ જૂના કાનૂની વિવાદનો અંત 11:44 AM IST
શા માટે મનુષ્યથી થાય છે દેવું? પ્રેમાનંદ મહારાજે જણાવી હકીકત : માથા પર દેવું ચઢવું ભૂલ કે પછી પાછલા જન્મનું ફળ? પ્રેમાનંદજીએ જણાવ્યું સાચું કારણ : પ્રેમાનંદજી મહારાજનો સંદેશ સ્પષ્ટ છે, દેવું પાછલા જન્મનું ફળ નથી, પણ પોતાની ભૂલ છે. દેખાવ, જરૂર કરતાં વધારે ખર્ચ અને પોતાની હદ ન સમજવાથી દેવું વધે છે. સંતુલિત જીવન અને સમજદારીથી ખર્ચ કરવાથી માણસને આર્થિક અને માનસિક બોજથી બચી શકાય છે.9:40 AM IST
ભારતની ૩ સૌથી સુરક્ષિત બેન્કઃ SBI, HDFC બેંક અને ICICI બેંક! : RBIએ કહ્યું ....જો આમાં ખાતું હોય તો નહીં ડૂબે તમારા રુપિયા! : RBI મુજબ, SBI, ICICI બેંક અને HDFC બેંકે તેમનો D-SIB દરજ્જો જાળવી રાખ્યો છે. સરળ શબ્દોમાં કહીએ તો, D-SIB યાદીમાં સામેલ આ બેંકોનું પતન દેશની અર્થવ્યવસ્થાને બરબાદ કરી શકે છે અને સરકારને પણ તેમનું પતન પરવડી શકે તેમ નથી11:47 AM IST
લાલુ પરિવાર માટે આજનો દિવસ મહત્વપૂર્ણ :લેન્ડ ફોર જોબ્સ કેસમાં કોર્ટ પોતાનો ચુકાદો આપે તેવી શકયતા : આરજેડીના વડા લાલુ પ્રસાદ, તેમના પુત્ર તેજસ્વી યાદવ અને પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી સામે લેન્ડ ફોર જોબ્સ કેસમાં ગત 10 નવેમ્બરે છેલ્લી સુનાવણી દરમિયાન કોર્ટે નિર્ણય 4 ડિસેમ્બર સુધી મુલતવી રાખ્યો હતો.1:00 AM IST

બચાવમાં કામગીરી....

મેરા કુછ સમાન......

હું નહીં માનું......

જન આક્રોશ......
અકિલા સોશ્યિલ મીડિયાવડોદરામાં પત્નીના ઝઘડા અને ખોટા કેસમાં ફસાવવાની ધમકીઓથી કંટાળેલા પતિનો ગળેફાંસો ખાઈ આપઘાત : પત્ની મુસ્કાનના અન્ય પુરુષ સાથે અનૈતિક સબંધો હતા. રાતના સમયે પત્ની સતત કોઈને સાથે ફોન પર વાત કરતી :પતિએ પકડી પાડતા ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી: સસરાની ફરિયાદના આધારે પુત્રવધુ વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો દાખલ8:58 PM IST
ગુજરાત એટીએસએ ઝડપેલા જાસૂસીના 2 આરોપીને ખેડા કોર્ટે 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા : બંને જાસૂસ પૈકી રશ્મિન રવિન્દ્ર પાલ નામની મહિલા મહેમદાવાદના કાચ્છઈ ગામના પ્રકાશ નામના યુવકને યુટ્યુબ માટે વીડિયો એડિટિંગનું કામ આપવાનું અને બદલામાં 20 હજાર પગાર આપવાની વાત કરી હતી. પ્રકાશના લેપટોપમાં આર્મીના ડોક્યુમેન્ટ સેવ કરાવી તેને ઝૂમ કરાવી રાધિકા નામની મહિલાએ જોયા હતા.6:57 PM IST
ACB ડીમાન્ડ કેસ : ભરૂચના આમોદ પોલીસ સ્ટેશનનો હેડ કોન્સ્ટેબલ ₹૭૫,૦૦૦ની લાંચ માંગવાના ગુનામાં સકંજામાં : જંબુસરમાં અરજીની તપાસના કામે હેરાન ન કરવા માટે આમોદ પોલીસ સ્ટેશનના અ.હે.કો. નારણ વસાવાએ ૭૦,૦૦૦ અને પતાવટના ૫,૦૦૦ મળી કુલ ૭૫,૦૦૦ રૂપિયાની લાંચ માંગી : જંબુસર મામલતદાર કચેરી અને ભાટિયા મોબાઈલની દુકાન પાસે ગુનો નોંધાયો2:38 PM IST
ગુજરાત ATSને ને મોટી સફળતા : જાસૂસી નેટવર્કનો પર્દાફાશ :રશ્મિન રવિન્દ્ર પાલ અને એ.કે સિંહ નામના જાસૂસ ઝડપાયા : ઝડપાયેલો પુરુષ ગોવાથી જ્યારે મહિલા દમણથી ઝડપાઈ: આરોપી એ.કે.સિંહ આર્મીમાં સુબેદાર હતો: પકડાયેલા શખ્સો પાકિસ્તાની એજન્ટો સાથે સંકળાયેલા હોવાનું ખૂલ્યું: પાકિસ્તાની એજન્ટોને આર્થિક મદદ પૂરી પાડતા હોવાનું ખૂલ્યું. 1:13 PM IST
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કચ્છના ધોરડો ખાતેથી રણોત્સવ ૨૦૨૫-૨૬નો પ્રારંભ કરાવ્યો:રણોત્સવમાં “એકત્વ- એક દેશ, એક ગીત, એક ભાવના”ની સંસ્કૃતિને ઉજાગર કરતી કૃતિઓનો રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તૃત થયો : કચ્છના પ્રવાસનને વેગ આપવા લખપત કિલ્લો, તેરા હેરિટેજ વિલેજ અને ધોરડોના રૂ. ૧૭૯ કરોડના વિવિધ વિકાસકાર્યોનાં ઈ-લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરતા મુખ્યમંત્રી:વડાપ્રધાનની પ્રેરણાથી શરૂ થયેલો રણોત્સવ આર્થિક સામાજિક વિકાસનું શ્રેષ્ઠ ઉદાહરણ અને ગ્લોબલ ઇવેન્ટ બન્યો છે : સમાજ, સંસ્કૃતિ અને સમૃદ્ધિના સંગમથી રચાયેલું "ધોરડો મોડેલ" વિશ્વભરના તજજ્ઞો માટે એક કેસ સ્ટડી: મુખ્યમંત્રી 9:33 PM IST
રાજ્યમાં 9000 આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને નિમણૂક પત્ર એનાયત : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યની આંગણવાડીઓમાં નવી નિમણૂક મેળવી રહેલી 9,000થી વધુ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. મનિષાબેન વકીલની પ્રેરક ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે નિમણૂક પત્ર એનાયત કર્યા 8:22 PM IST
ACB ની સફળ ટ્રેપ : ડાંગમાં મનરેગાના કામમાં ₹૩૨,૮૦૦ ની લાંચ લેતા ગ્રામ રોજગાર સેવક અને તેના પતિ રંગેહાથ ઝડપાયા : સુબીર તાલુકા પંચાયતની ગ્રામ રોજગાર સેવક અનુસુયાબેન પટેલે જમીન લેવલિંગની ફાઇલની મંજૂરી માટે ૪ અરજદાર દીઠ ₹૮,૨૦૦ લેખે લાંચ માંગી હતી : લાંચની રકમ પતિ હેમંત પટેલને આપતા જ બંને આરોપીઓ સુબીર તાલુકા પંચાયત કચેરી સામેથી પકડાઈ ગયા3:49 PM IST
ગુજરાતની પ્રાચીન ટાંગલિયા કલાને વિશ્વમંચે પહોંચાડતું VGRC રાજકોટ:ગુજરાતની 700 વર્ષ જૂની ટાંગલિયા કલાને VGRC માં મળશે વૈશ્વિક રોકાણકારો સાથે નવી તક : “વિકાસ ભી, વિરાસત ભી”: ટાંગલિયા કલાના માધ્યમથી ગુજરાતની સમૃદ્ધ ઓળખ: પદ્મશ્રી લવજીભાઈ પરમારના યોગદાનથી ટાંગલિયા કલાને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ મળી1:51 PM IST
માસ્ટર માઇન્ડ જતીન ઠક્કર અને દીપક ઠક્કર મુંબઈ એરપોર્ટ પરથી વિશેષ ઓપરેશનમાં ઝબ્બે : ગુજરાતના ઇતિહાસના સહુથી મોટા સુરતના ૮૦૦ કરોડનો સાયબર ફ્રોડ, આખરે બન્ને સૂત્રધાર સાયબર ક્રાઈમની જાળમા, પોલીસ કમિશનર અનુપમસિહ ગેહલોતની રણનીતિનો ડીસીપી બિશાખા જૈન ટીમે અમલ કર્યો, બમ્પર સફળતા.. અભિનંદન વરસ્યા અપરંપાર બેંગકોક અને વિયેટનામ રહી ઓનલાઈને બેટિંગ વેબ સાઇટ દ્વારા ફંડ મેળવતા હતા, જોઇન્ટ કમિશનર રાઘવેન્દ્ર વસ્ત દ્વારા માર્ગદર્શન... સીપી દ્વારા લુક આઉટ નોટિસ દ્વારા કાયદાકીય ગાળિયો..મદદનીશ પોલીસ કમિશનર શ્વેતા ડેનિયલ ટીમ પણ એક્ટિવ મોડમાં મુકાયે કમ બે મહિલા અધિકારીએ અદભુત ફતેહ મેળવી3:22 PM IST
કણકોટમાં ફળઝાડ માટે અપાયેલ ૧૦ કરોડની જમીન ખાલસા કરતા મહેક જૈન : શ્રી સોસાયટી ફોર નેચર એન્ડ એન્વાયરમેન્ટ પ્રોટેકશન સ્ટડી સંસ્થા સહિત ૪ સંસ્થાને જમીન ૧૯૯૪-૯૬ કલેકટરે આપેલ પરંતુ ભાડા પટ્ટો રિન્યુ નકસો અને કોઇ વાવેતર પણ ન હતું તાલૂકા મામલતદારને તાત્કાલીક જમીનનો કબજો લેવા આદેશો કલેકટરને પણ રીપોર્ટ કરાયો4:28 PM IST
PMUની ૭૦૦ કરોડની સ્ટેન્ડીંગે નામંજુર કરેલ દરખાસ્ત કમિશનર ફરી મુકશે : નવા પ્રોજેકટ મેનેજમેન્ટ યુનીટ મામલે વહીવટી અને ચુંટાયેલી પાંખ સામસામે ? ચુંટણી વખતે જ ખેંચતાણના એંધાણ : શહેરના દરેક પ્રોજેકટોનું મોનીટરીંગ, ઇજનેરોની ભરતી સહિતની કામગીરી માટે મેનેજમેન્ટ કંપનીને સોંપવા વધારે ખર્ચ હોવાનું કારણ દર્શાવી ગત સ્ટેન્ડીંગ કમીટીએ પ્રોજેકટ રદ કર્યો હતો3:44 PM IST
વ્યંઢળ-કીન્નરમાસીના વિવાદમાં ગંજીવાડાના નીકિતાદેની ગુરૂ મીરાદે અને મિહીર ચોૈહાણ વિરૂધ્ધ વળતી ફરિયાદ : ૨૭મીએ પહેલા નીકીતાદેને ધમકી અપાતાં તેણે ફિનાઇલ પીધું, પછી મીરાદેના છ શિષ્યોએ ફિનાઇલ પી ખોટી ફરિયાદ નોંધાવ્યાનો આરોપ : જુની માથાકુટનું સમાધાન કરવાની નીકિતાદેએ ના પાડતાં ફોન કરી મીરાદે-મીહિરે રાજકોટ ન મુકે તો ટાંટીયા ભાંગી નાંખવાની ધમકી દીધી હતીઃ થોરાળા પોલીસે ગુનો દાખલ કર્યોઃ ગાંધીગ્રામ પોલીસના ગુનામાં નીકિતાદેનો જામીન પર છુટકારો થયો4:01 PM IST
બાર એસો.ની ચુંટણીમાં સમરસ પેનલના ઉમેદવારોએ વાજતે-ગાજતે ઉમેદવારી નોંધાવી : આજે બપોરે વિજય મુહુર્તમાં પ્રમુખપદે સુરેશ ફળદુ : ઉપપ્રમુખપદે સિધ્ધરાજસિંહ જાડેજા, સેક્રેટરીપદે સંદિપ વેકરીયા, ટ્રેઝરર માટે રેખાબેન પટેલ (મહિલા અનામત) જો.સેક્રેટરીપદે મેહુલ મહેતા સહિત કારોબારી પદના ઉમેદવારોએ ચુંટણી અધિકારી સમક્ષ ફોર્મ રજૂ કર્યા4:24 PM IST
ભારતીય ખેલ હોકીની ગૌરવશાળી પરંપરાને પોલીસ જવાનોની ખેલ પ્રતિભા આગળ ધપાવી રહી છેઃ ડીજીપી વિકાસ સહાય : રાજકોટમાં ૭૪મી ઓલ ઇન્ડિયા પોલીસ હોકી ચેમ્પિયનશિપનો શુભારંભઃ ૩૦૦થી વધુ ખેલાડીઓ વચ્ચે ૫૬ જેટલા મેચ રમાશે પોલીસ બેન્ડની સુરાવલી, સાંસ્કળતિક કાર્યક્રમ, માર્ચ પાસ્ટ સાથે ભવ્ય ઉદ્દઘાટન સમારોહઃ રાજકોટના હોકી ગ્રાઉન્ડ ખાતે ૨૪ પુરૂષ ટીમો અને ૮ મહિલા ટીમો વચ્ચે ૧૪મી સુધી મેચઃ ડીજીપી રાજુ ભાર્ગવ, પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, રેન્જ આઇજી અશોકકુમાર યાદવ, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બાંગરવા, ડીસીપી હેતલ પટેલ સહિતની ઉપસ્થિતિઃ અર્જુન એવોર્ડ વિજેતા ઉત્તર પ્રદેશના હોકી ખેલાડી લલિતકુમાર ઉપાધ્યાયનું વિશેષ સન્માન કરાયું4:32 PM IST
અગિ્નકાંડના કેસમાં મનુષ્ય વધની કલમ હટાવવાની અરજીને સુપ્રિમ કોર્ટે ફગાવી દીધી : તમામ આરોપીઓ વિરૂધ્ધ હવે ‘મનુષ્યવધ' ની કલમ હેઠળ કેસ ચાલશેઃ ફાયર ઓફીસર રોહીત વિગોરા દ્વારા કેસમાંથી બિન-તહોમત છોડી મુકવા અને મનુષ્યવધની કલમ હટાવવા સુપ્રિમ કોર્ટમાં અરજી કરી હતીઃ સ્પે.પી.પી. તુષાર ગોકાણી દ્વારા થયેલ રજુઆત ધ્યાને લેવાઇ : આરોપીઓ વિરૂધ્ધ ‘ચાર્જફ્રેમ' થયા બાદ આ મામલે રોહીત વિગોરાએ કરેલ અરજી ઉપર સુપ્રિમ કોર્ટનો ચુકાદો 11:46 AM IST
નવાગામમાંથી રાતે કિશોર ગઢાદરાનું કારમાં અપહરણ કરી કારખાનામાં પુરીને ધોકા-છરી-કેબલથી ફટકાર્યો : મુળ બામણબોરનો યુવાન હાલ સાસુ-સસરા ભેગો રહે છે ત્યાંથી ઉઠાવી જવાયો : નવાગામમાં સોફાનું કારખાનુ ચલાવતાં નિલેષ હેરમા, પરબતભાઇ અને છ અજાણ્યા સામે ગુનોઃ અગાઉ નિલેષના પિતા સાથે યુવાનને માથાકુટ થઇ હોઇ તેનું મનદુઃખ કારણભુતઃ કુવાડવા પોલીસે ગુનો નોંધ્યો1:20 PM IST
તારે અહિ આવવું નહિ કહી દાસી જીવણપરામાં જયસુખભાઇ મુછડીયા પર ભટ્ટ પિતા-પુત્રનો છરી વડે હુમલોઃ ધમકી : ૮૦ ફુેટ રોડ સત્યમ્ પાર્કના રિક્ષાચાલક માતાના ઘરે જતાં સામે રહેનારાઓએ ડખ્ખો કર્યો : વૃજભુમિ એપાર્ટમેન્ટમાં રહેતાં ભૂપત ભટ્ટ અને તેના દિકરા હાર્દિક ભટ્ટ તથા અજાણ્યા શખ્સ સામે માલવીયાનગર પોલીસે હુમલો, એટ્રોસીટી, ધમકીનો ગુનો નોંધ્યો3:15 PM IST
દેશમાં ૨૪ કલાક વિજળી મળે તે માટે પાવર સેકટરના ૧૦ IAS અને IPS ઓફીસરોને ફ્રાન્સ- જર્મની- બેલ્જિયમ મોકલાયા : હવે કેન્દ્ર- રાજય સરકારને રીપોર્ટ અપાશેઃ પીજીવીસીએલ દ્વારા ૪ લાખ સ્માર્ટમીટર લગાવી દિધા... ખાસ કરીને અન્ડર ગ્રાઉન્ડ કેબલ- સ્માર્ટ મીટરનો અભ્યાસઃ રાજકોટ વીજતંત્રના એમ.ડી. કેતન જોષીની પસંદગી4:09 PM IST
કુવાડવાના તરઘડીયામાં ખેડૂત રઘુભાઇ ઝાપડાના ઘરમાંથી ધોળે દિવસે રૂા. ૬.૭૪ લાખની ચોરી : પરિવારજનો સાયપર બનેવીની પાણીઢોળ વિધીમાં ગયા અને ઘરે ચોર ત્રાટક્યા : કુવાડવા પોલીસે ગુનો દાખલ કર્યોઃ તસ્કરો કબાટોમાંથી સોના-ચાંદીના દાગીના, ૧.૩૫ લાખની રોકડ ચોરી ગયાઃ ડી. સ્ટાફ, એલસીબી અને ડીસીબીની ટીમો કામે લાગી : ત્રણ શકમંદ ગામમાં આટાફેરા કરતાં જોવા મળ્યા હતાં: ભરવાડનું મકાન હોય તો બકરા લેવા છે તેવી વાત કરતાં હતાં3:17 PM IST
જન્મ-મરણ વિભાગની ગાડી ફરી પાટા ઉપરથી ઉતરીઃ ર૦ર૦ પછીના સુધારા વધારા બંધ : મુંજકા-મૌવા સહિતના નવા ભળેલા ગામોના રેકોર્ડ ર૦ર૦માં ચડાવેલઃ તંત્રને પોર્ટલ બંધ થવા પાછળનું કારણ અને ફરી કયારે શરૂ થશે તે અંગે કંઇ ખબર નથી! અરજદારોમાં હાસ્યનું મોજું મનપામાં છેલ્લા બે દિવસથી સુધારા કરવાની સેવા ખોરવાતા લોકોને ધકકા3:52 PM IST
પૂનમ નિમિતે સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને ફૂલની ડીઝાઇનવાળા વાઘા-ઓર્કિડ- શેવંતીના ફુલોનો શણગાર : ૨૦૦ કિલો તલની સાની ધરાઈઃ રીયલ ડાયમંડ જડીત મયૂરાકારનો ચાંદીનો મુગટ અર્પણ શાષાી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા અને શણગાર આરતી કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી12:17 PM IST
દ્વારકા ત્થા જામજોધપુરના બે ઇસમો પાસા તળે જેલમાં10:49 AM IST
કચ્છના ખાવડા પાસે સવારે ૩.૩ ની તિવ્રતાનો ભૂકંપ11:54 AM IST
તળાજાના પાદરગઢ ગામે ગાંજાનું વાવેતર ઝડપાયું12:02 PM IST
ગંભીર એલર્જીક પ્રતિક્રિયા: SJS માંથી TEN માં રૂપાંતરિત દર્દીની સંપૂર્ણ સારવાર : જામનગર સરકારી જી.જી. હોસ્પિટલમાં ચામડીના ગંભીર રોગથી પીડાતી યુવતીનો સફળ ઈલાજ : ચામડીની અત્યંત ગંભીર બીમારીમાં જામનગરની સરકારી ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલ ની આ સિદ્ધિ ને લઈને તબીબોની ટીમને દર્દીના પરિવારજનોએ આભાર વ્યક્ત કરી બિરદાવી1:11 PM IST
"વિશ્વ એઇડ્સ દિવસ" દિવસની ઉજવણી ના ભાગરૂપે - જામનગર મહાનગરપાલિકા ના વિસ્તારમાં રેલી તેમજ અવેરનેસ સેશન નું આયોજન સરકારી નર્સિંગ કોલેજ ખાતે કરાયું : સર્વોદય અને શ્રમજીવિ T.I ના સ્ટાફ સમગ્ર પ્રોજેક્ટ, S.S.K પ્રોજેક્ટ, સુભીક્ષા પ્રોજેક્ટ, ICTC, PPTCT ના સ્ટાફ મિત્રો ઉપસ્થિત : IMA-NMOCON ના સ્ટુડન્ટ દ્વારા ડ્રામા- skit રજૂ 1:34 PM IST
વૈજ્ઞાનિક અને તબીબી જગતમાંથી કેન્સર સામેના જંગને કાયમ માટે પલટી નાખતો અત્યાર સુધીનો સૌથી મોટો ધડાકો: તેજસ્વી વૈજ્ઞાનિકોએ કેન્સરના જીવલેણ રોગ સામે અકસીર સાબિત થાય તેવી અત્યાધુનિક નેનોપાર્ટિક્લ્સ યુક્ત 'વ્યક્તિગત કેન્સર વેક્સિન' વિકસાવીને મેડિકલ ક્ષેત્રમાં ક્રાંતિ સર્જી દીધી છે, જેના કારણે ફાર્મા અને હેલ્થ સેક્ટરમાં મચી ગઈ ભયાનક સનસનાટી : દરેક દર્દીના ડીએનએ અને ગાંઠના આધારે તૈયાર થતી આ જાદુઈ વેક્સિન કેન્સરના કોષોને મૂળમાંથી ખતમ કરી દેશે: આ ક્રાંતિકારી શોધોથી ફાર્મા જાયન્ટ્સ અને ખતરનાક રોગોના છાતીના પાટિયા બેસી ગયા5:50 PM IST
ઈરાને અમેરિકા સમક્ષ અત્યંત શક્તિશાળી શરતો મૂકીને મોટો ધડાકો કર્યો છે કે જો વોશિંગ્ટન તેમની માંગણીઓ સ્વીકારી લે તો આગામી ૪૮ જ કલાકની અંદર વ્યુહાત્મક રીતે અતિ-મહત્વની હોર્મુઝની સમુદ્રધુની ને ખુલ્લી મૂકવા ઈરાન તૈયાર છે:જેને પગલે વૈશ્વિક રાજકારણમાં મચી ગઈ ભયાનક સનસનાટી : વિશ્વભરમાં ક્રૂડ ઓઈલની અછત અને યુદ્ધના ભયાનક વાદળો વચ્ચે ઈરાનની આ ધમાકેદાર શરતી ઓફરથી અમેરિકી પ્રશાસન અને પશ્ચિમી દેશોના છાતીના પાટિયા બેસી ગયા5:49 PM IST
અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં આકાશમાં ઉડી રહેલું એક હાઇ-પ્રોફાઇલ બિઝનેસ જેટ વિમાન અચાનક જ બેકાબૂ બનીને પ્રચંડ વિસ્ફોટ સાથે આગનો ગોળો બનીને ધરાશાયી થઈ ગયું,જેમાં સવાર તમામ ૯ વ્યક્તિઓના કમાવટી અને દર્દનાક મોત થતાં વૈશ્વિક સ્તરે મચી ગઈ ભયાનક સનસનાટી : વિમાન તૂટી પડતાં સર્જાયેલા ભીષણ અગ્નિકાંડ અને ધુમાડાના ગોટેગોટાથી આકાશ છવાઈ ગયું:આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન સુરક્ષા પર સવાલો ઊભા થતાં એરલાઇન્સ અને પ્રશાસનના છાતીના પાટિયા બેસી ગયા5:56 PM IST
યુરોપ ખંડના પશ્ચિમી દેશોમાંથી ડિજિટલ સુરક્ષા અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સની ધજાગરા ઉડાવતો અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો ભયાનક ધડાકો: અજ્ઞાત હેકરોના કાળમુખા જૂથે સમગ્ર યુરોપમાં સાઇબર એટેક કરીને હજારો સ્માર્ટ ફ્રિજનો કન્ટ્રોલ પોતાના હાથમાં લઈ લીધો અને ફ્રિજનું તાપમાન અચાનક ૫૦ ડિગ્રી સેલ્સિયસ સુધી વધારી દેતાં સમગ્ર યુરોપના લાખો નાગરિકોમાં મચી ગઈ ભયાનક સનસનાટી : ડિજિટલ હેકિંગના આ ભયાનક ખેલથી ઘરોમાં રાખેલો કરોડો રૂપિયાનો ખોરાક અને દવાઓ બળીને ખાખ: અચાનક સ્માર્ટ ફ્રિજોમાંથી ગરમીની વરાળો અને ધુમાડા નીકળતાં જ યુરોપના રહીશોના છાતીના પાટિયા બેસી ગયા5:49 PM IST
અભિષેક બચ્ચન ઇન્ડસ્ટ્રીનો સૌથી સફળ આન્ત્રપ્રિન્યોર : રીઅલ એસ્ટેટથી લઇને સ્પોર્ટ્સ અને સ્ટાર્ટઅપ્સમાં રોકાણનો સમાવેશ થાય છેઃ બચ્ચન પિતાપુત્ર રીઅલ એસ્ટેટમાં પણ ૨૧૯ કરોડનું રોકાણ ધરાવે છે, તેના પરિવારની નેટ વર્થ ૧૬૩૦ કરોડની મનાય છે : રીઅલ એસ્ટેટ અને કબડ્ડી ટીમમાંથી ૧૦૦ ગણું રીટર્ન મેળવે છે10:07 AM IST
યુવા એડવોકેટ રણજીત મકવાણાનો આજે જન્મદિવસ11:30 AM IST
જુનાગઢ જીલ્લા પોલીસવડા સુબોધ ઓડેદરાનો જન્મદિન 11:09 AM IST
એડવોકેટ લલિતભાઇ કાલાવડીયાનો જન્મદિવસ4:17 PM IST









































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી
































































































































































































