<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th August 2024

ભારે વરસાદમાં મોરબીના પીપળીયા ચાર રસ્તાથી આગળના ગામો સંપર્ક વિહોણા. : ( પ્રવીણ વ્યાસ દ્વારા) મોરબી : ભારે વરસાદના કારણે મોરબી જિલ્લાના માળિયા મિયાણા તાલુકાના ઘણા ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે. ખાસ કરીને પીપળીયા ચાર રસ્તાથી હાઇવે પર પાણી ફરી વળતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ રસ્તા પર આવતા સરવડ, પીપળીયા, તરઘરી, ચાચાવદરડા, નાના ભેલા, મોટા ભેલા, ભાવપર, બગસરા અને વવાણીયા સહિતના ગામોનો સંપર્ક તૂટતાં લોકોને તહેવારના સમયે ભારે હલાકીનો સામનો કરવો પાડ્યો છે.

(2:15 PM IST)