<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th August 2024

રાજકોટના ધરોહર લોકમેળામાં આયોજિત ડાયરાનો કાર્યક્રમ રદ : રાજકોટ: રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત ધરોહર લોકમેળામાં પધારનારા ઉત્સવપ્રેમી નાગરિકો માટે ત્રિદિવસીય ડાયરાનું આયોજન કરાયું હતું. જે અન્વયે ૨૭ ઓગસ્ટે જાણીતા હાસ્યકલાકાર સાંઇરામ દવેનો ડાયરો યોજાવાનો હતો, જે હાલની ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાને રાખીને રદ કરવામાં આવ્યો છે, જેની નોંધ લેવા જાહેર જનતાને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.

(2:09 PM IST)