News of Tuesday, 27th August 2024
મોરબીના મચ્છુ-2 ડેમના એક સાથે 28 દરવાજા ખુલ્યા: 18 દરવાજા 15 ફૂટ અને 10 દરવાજા 5 ફૂટ ખોલાયા છે. મોરબી: સૌરાષ્ટ્રમાં પણ ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. ત્યારે ઉપરવાસમાં સારો વરસાદ ખાબકતા મોરબીના મચ્છુ – 2 ડેમના એક સાથે 28 દરવાજા ખોલાયા છે. જેમાંથી 18 દરવાજા 15 ફૂટ અને 10 દરવાજા 5 ફૂટ ખોલાયા છે. ડેમમાં 2,16,292 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. પાણીની આવક જેટલું જ પાણી છોડવામાં આવતા સ્થાનિક નદીઓ બે કાંઠે વહી રહી છે. જેના પગલે નીચાણવાળા ગામોને એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી છે.

(4:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
