<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th August 2024

છેલ્લા ૨૪ કલાકમાં ખંભાળિયા તાલુકામાં સૌથી વધુ ૧૮.૧૬ ઇંચ વરસાદ : સૌથી ઓછો દ્વારકા તાલુકામાં ૧૦ ઇંચ વરસાદ ખંભાળિયા: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં ખંભાળિયા તાલુકામાં સૌથી વધુ ૧૮.૧૬ ઇંચ વરસાદ નોંધાયો છે. જિલ્લા કંટ્રોલ રૂમમાંથી મળેલા આંકડા મુજબ જિલ્લામાં ખંભાળિયા તાલુકામાં ૧૮.૧૬ ઇંચ, ભાણવડ તાલુકામાં ૧૦.૭૨ ઇંચ, કલ્યાણપુર તાલુકામાં ૧૦.૪૦ ઇંચ તેમજ દ્વારકા તાલુકામાં ૧૦.૦૪ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જિલ્લામાં અત્યાર સુધીનો વરસાદ જોઈએ તો ખંભાળિયા તાલુકામાં ૧૯૦૦ મી.મી., દ્વારકા તાલુકામાં ૧૭૮૨ મી.મી., કલ્યાણપુર તાલુકામાં ૧૬૭૪ મી.મી. અને ભાણવડ તાલુકામાં ૧૧૨૧ મી.મી. વરસાદ નોંધાયો છે.

(11:12 AM IST)