તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Thursday, 29th August 2024
કચ્છમાં ડિપ્રેશન ઈફેક્ટ : કંઠાળ પટ્ટીમાં ભારે વરસાદ : આખા જિલ્લામાં આખી રાત ક્યારેક ધોધમાર તો ક્યારેક ધીમો વરસાદ ચાલુ રહ્યા બાદ આજ સવારથી પણ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલા આકાશ અને ઠંડા પવન સાથે વરસાદ ચાલુ જ છે. ગઈકાલ ૨૮/૮ ના સવારે ૬ થી આજે ૨૯/૮ ના સવારે ૬ વાગ્યા સુધી, છેલ્લા ૨૪ કલાકમાં અબડાસા ૧૧ ઇંચ, લખપત ૯ ઈંચ, નખત્રાણા, માંડવી ૮ ઈંચ, અંજાર ૫ ઈંચ, મુન્દ્રા ૪ ઈંચ, ગાંધીધામ ૩ ઈંચ, ભુજ સાડા ત્રણ ઈંચ, ભચાઉ દોઢ ઈંચ, રાપર ૧ ઈંચ વરસાદ. સતત વરસાદને કારણે અનેક ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો, મોબાઇલ નેટવર્ક પણ ખોરવાયું. હજી ભારે ડિપ્રેશન ઈફેક્ટની શક્યતા હોઈ સૌ લોકોને ઘરની અંદર રહેવા બહાર નહીં નીકળવા તંત્રએ અપીલ કરી છે, જિલ્લા, તાલુકા મથકોએ કંટ્રોલ રૂમ સાથે તંત્ર એલર્ટ છે. (રિપોર્ટ: વિનોદ ગાલા, અકિલા, ભુજ)

(8:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
