<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st August 2024

બ્રાઝીલમાં ટ્‍વીટર વાપરનારને રોજનો લાખો રૂપિયાનો દંડ!!! સુપ્રિમ કોર્ટનો આદેશ એલન મસ્‍ક કહે છે લોકો સત્‍ય જાણવા લાગતા ડાબેરી શાસકો ધ્રુજી ઉઠયા છે બ્રાઝીલની સુપ્રિમ કોર્ટે કહ્યુ છે કે તેમના દેશમાં એક્‍સ - ટ્‍વીટરનો ઉપયોગ કરવા માટે વીપીએન વાપરનારને રોજનો ૮૮૭૪ ડોલરનો દંડ કરવામાં આવશે. બ્રાઝીલમાં એલન મસ્‍કના ટ્‍વીટર - એક્‍સના ઉપયોગ ઉપર મનાઈ ફરમાવાઈ : બ્રાઝીલની સુપ્રિમ કોર્ટ સમગ્ર બ્રાઝીલમાં એક્‍સના ઉપયોગ સામે પ્રતિબંધ લાદયો છે. બ્રાઝીલમાં ડાબેરી પક્ષોનું શાસન છે. એલન મસ્‍કે કહ્યુ છે કે લોકો સત્‍ય જાણવા લાગતા બ્રાઝીલની દમનકારી સરકાર ધ્રુજી ઉઠી છે.

(3:50 PM IST)