News of Wednesday, 4th September 2024
સતત૩ કલાક વરસાદ બાદ ભૂસ્ખલન : ઉત્તરકાશીમાં ૫૦ પરિવારોની ‘હિજરત' : ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં મંગલ વારે રાત્રે સતત વરસાદ વચ્ચે વરુણાવત પર્વત પરથી ફરી ભૂસ્ખલન થયું છે. ભૂસ્ખલનનો અવાજ સાંભળીને લોકો ડરી ગયા હતા. આવાજ એટલો જોરદાર હતો કે લોકો ઘર છોડીને બહાર દોડી ગયા હતા. વરુણાવત પર્વત પર ૪૫ મિનિટના સમયગાળામાં પાંચ ભૂસ્ખલન થયા હતા. મસ્જિદ મોહલ્લા જલ સંસ્થાન કોલોની અને ગોફિયારા વિસ્તારમાં મોટા પ્રમાણમાં પથ્થરો અને કાટમાળ પડવાને કારણે ગભરાટ ફેલાઈ ગયો હતો. લગભગ ૫૦ પરિવારોએ તેમના ઘર છોડીને સલામત સ્થળોએ આશરો લીધો હતો.

(3:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
