<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th September 2024

ભુવાએ સગીરાને બ્‍લેકમેલ કરી કૂકર્મ ગુજાર્યું : વિડીયો વાયરલ કર્યો : મહેસાણા : અહીં એક ભુવાજીએ સગીરા પર દુષ્‍કર્મ આચરતા ચકચાર જાગી છે. આ સગીરાને બ્‍લેકમેલ કરી ભુવાએ કૂકર્મ ગુજારેલ. આટલુ ઓછુ હોય તેમ આ સગીરા સાથે બીભત્‍સ વર્તન કરતો વીડીયો બનાવી વાયરલ કર્યોં છે. ચાણસ્‍માં પંથકની સગીરાને ઉંચરપીના ભુવા ભગાભાઇએ આ સગીરાને મારી નાખવાની ધમકી આપતા આ સમગ્ર મામલે સગીરાના પિતાએ પોલીસમાં ફરિયાદ કરી છે. પોલીસે ઉંચરપીના ભુવા વિરૂધ્‍ધ ત્‍વરીત કાર્યવાહી હાથ ધરી છે.

(4:12 PM IST)