News of Monday, 23rd September 2024
નિર્મલા સીતારમણ ઉપર સોશ્યલ મિડિયામાં ભારે આક્રોશ નોકરીમાં કામના દબાણને પહોંચી વળવા આંતરિક શક્તિ વિકસાવો નિર્મલા સિતારમણે આંતરિક શક્તિ વિકસાવવા આપી સલાહ આપી હતી. કામના ભારે દબાણના કારણે યુવાન મહિલા સીચેના મૃત્યુ અંગે તેમણે નિવેદન આપ્યું હતું. તેમણે કહેલ કે નોકરીના દબાણને પહોંચી વળવા આંતરિક શક્તિ વિકસાવો. જો આંતરિક શક્તિ હશે તો આવા દબાણો સહન કરી શકશો . તેમણે કહ્યું કે આધ્યાત્મિકતાથી જ આંતરિક શક્તિ વધશે. એક મેડિકલ કોલેજના ખાનગી કાર્યક્રમ દરમિયાન તેમણે આ બાબત જણાવી હતી. જોકે નિર્મલાજીના આ નિવેદન ઉપર સોશ્યલ મિડીયામાં ભારે આક્રોશ ફાટી નિકળ્યો છે.

(3:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
