<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th September 2024

દ્વારકાનાં ઈન્કમટેકસ ઇન્સ્પેકટર સુનીલ મીના ત્રણ હજારની લાંચમાં ઝડપાતા સન્નાટો : જાગૃત ફરિયાદી દ્વારા ભૂલથી બે પાન કાર્ડ નિકળી જતા તે રદ કરાવવા ગયા ત્યારે આરોપી દ્વારા આ ગંભીર ગુન્હો છે, જેલ થાય તેવી ધમકી આપી ત્રણ હજારની મંગણી કરેલ. ફરીયાદીને ખબર હતી કે ACB વડા શમશેરસિંઘ કોઈને છોડતા નથી, યોગાનુયોગ રાજકોટના મદદનીશ કમિશનર કૃષ્ણકુમાર સિહ ગોહિલ દ્વારા પણ સપાટો બોલાવાયેલ હોય, તે બાબત કેન્દ્રમાં રાખી ફરિયાદીએ તેમનો કોન્ટેક્ટ કરતા, જામનગર દ્વારકાના ACB PI આર. એન. વિરાણી મારફત પોતાના સુપરવિઝનમાં છટકુ ગોઠવી, આરોપીને ઝડપી લીધેલ છે

(7:20 PM IST)