<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th September 2024

વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક અનુસંધાન પરિષદ (સીએસઆઈઆર) ના ૮૩ માં સ્થાપના દિવસ સમારોહને સંબોધિત કરતા ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડે ગુરુવારે જણાવ્યું હતું કે, જ્યારે તેઓ ૧૯૯૦ માં કેન્દ્રીય મંત્રીના રૂપમાં અહીં આવ્યા હતા ત્યારે, શ્રીનગરની ડલ ઝીલ “ડલ” (નીરસ) હતી. અહીંના માર્ગ પર ૧૫-૨૦ વ્યક્તિ પણ જોવા મળતી નહીં. ઉદાસી હતા અને નિરાશની સ્થિતિ હતી, પરંતુ આજે તે લાખો-કરોડો પર્યટકોથી સુંદર લાગી રહી છે. તેઓએ એ વાત તરફ પણ ધ્યાન અપાવ્યું કે, હવે આ વિસ્તારમાં અનુચ્છેદ- ૩૭૦ લાગુ નથી. શ્રી ધનખડે વધુમાં જણાવ્યું હતું કે ૧૯૯૦ નો દશક સત્તામાં વચેટિયાનો યુગ હતો. ભ્રષ્ટાચાર વ્યાપ્ત હતો અને ફક્ત વંશ-પરિવાર વાળી વ્યક્તિઓને જ તક સુલભ થઈ શકતી હતી.

(12:29 AM IST)