<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th October 2024

ઈરાન દ્વારા ટ્રમ્પની હત્યાનો પ્રયાસ કરવામાં આવે તેવી ભિતીના પગલે ટ્રમ્પના ચૂંટણી અભિયાન તરફથી વધુ લશ્કરી સલામતી પૂરી પાડવા માગણી: ટ્રમ્પના સહાયકોનું હિટ લિસ્ટ ઈરાન પાસે તૈયાર છે: આવતા મહિને અમેરિકાના પ્રેસિડેન્ટની ચૂંટણી યોજાઈ રહી છે. ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ પણ ફરી ચૂંટણી લડી રહ્યા છે. તેમની હત્યાના કેટલાક પ્રયાસો થઈ ચૂક્યા છે. આ સંજોગોમાં ટ્રમ્પના ચૂંટણી અભિયાન માટે કેટલાક લશ્કરી વિમાનો ઉપરાંત તેમની સંપત્તિઓ અને રેલીઓ ઉપર ઉડ્ડયન પ્રતિબંધો લાદવાની માગણી અને બુલેટ પ્રૂફ ગ્લાસ સાથેના વાહનો અને બખ્તર બંધ લશ્કરી ગાડીઓની સરકાર પાસે માગણી કરવામાં આવી છે. ટ્રમ્પના સલાહકારોને તાજેતરમાં યુએસ ગુપ્તચર તંત્ર અને ખાનગી સર્વિસીઝ દ્વારા ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ સામેના હત્યાના નવા પ્રયાસોના ગંભીર ખતરા વિશે જણાવવામાં આવ્યા બાદ આ વિનંતી કરવામાં આવી છે, ઈરાન સક્રિયપણે ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનું કાવતરું રચી રહ્યું હોવાનું પણ જણાવાયું છે. ઈરાન પાસે ટ્રમ્પના મદદગારો નું હિટ લિસ્ટ પણ તૈયાર હોવાનું કહેવાય છે.

(12:48 PM IST)