<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th October 2024

અમેરિકાએ ભારત સરકારને કેનેડા સાથે સહકાર સાધવા કહ્યું છે. ભારત શું જવાબ આપે છે તેના તરફ સૌની મીટ. જો બાયડન અને કમલા હેરીસની સરકારે કહ્યું છે કે ભારત સહકાર આપી રહ્યું નથી. અમેરિકા સરકારે કેનેડાને સંપૂર્ણ સમર્થન આપ્યું છે અને કહ્યું છે કે જ્યારે કેનેડાની બાબત સામે આવે છે ત્યારે અમે સ્પષ્ટ કહ્યું છે કે આ આક્ષેપો અતિ ગંભીર છે અને તેને ભારતે ગંભીરતાથી લેવા જોઈએ.. મુંબઈના અંધેરી વેસ્ટ માં આવેલ રિયા પેલેસમાં ૧૪ માળના બિલ્ડીંગમાં આગ ફાટી નીકળી છે. પ્રાથમિક અહેવાલ મુજબ ત્રણના મૃત્યુ થયા છે.. દિલ્હીમાં એર પોલ્યુશન વધવાના મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ રહી છે આજે પ્રદૂષણ ચરમસીમાએ પહોંચ્યું છે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી તરીકે ઉમર અબ્દુલ્લા શપથ લઇ રહ્યા છે ત્યારે કોંગ્રેસ નવી સરકારમાં જોડાયેલ નથી હરિયાણામાં ભાજપ ધારાસભ્ય પક્ષની બેઠક મળી છે. ૧૭ ઓક્ટોબરે નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો છે

(11:10 AM IST)