News of Saturday, 19th October 2024
બપોર બાદ જુનાગઢ જિલ્લામાં ૧ થી ૪ ઇંચ વરસાદ તૂટી પડ્યો: સૌરાષ્ટ્રમાં સતત વરસાદથી ખેડૂતો હેરાન પરેશાન : શનિવારે બપોર બાદ જૂનાગઢ જિલ્લામાં એક થી ચાર ઇંચ વરસાદ થતાં ખેડૂતોના હાલ બેહાલ થઈ ગયા છે. શનિવારે બપોર સુધી એકંદર સામાન્ય વાતાવરણ રહ્યા બાદ બપોર બાદ વાતાવરણમાં ઓચિંતા પલટો આવ્યો હતો. જુનાગઢ શહેરમાં બપોર અઢી વાગ્યે મેઘરાજાએ ધીમીધારે વરસવાની શરૂ કર્યું હતું. પરંતુ મેંદરડા, કેશોદ અને માળીયાહાટીના પંથકમાં બારેમેઘ ખાંગા થયા હોય તેવી સ્થિતિ નિર્માણ થઈ હતી. આ ત્રણેય વિસ્તારમાં બપોરે ૨ વાગ્યે વરસાદ શરૂ થયો હતો. મેંદરડા તાલુકામાં ચાર ઇંચ, કેશોદ પંથકમાં ત્રણ ઇંચ અને માળિયા હાટીના તાલુકામાં પણ ત્રણ ઇંચ વરસાદ વરસતા પાણી પાણી થઈ ગયું હતું. તેના પરિણામે લોકો ભારે મુશ્કેલી માં મુકાઈ ગયા હતા. વંથલી વિસ્તારમાં ૧૦ મીમી, ભેસાણમાં ૧૨ મીમી, માંગરોળમાં ૧ મીમી વરસાદ નોંધાયો હતો.

(7:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
