News of Wednesday, 23rd October 2024
ખેડૂતો માટે અગત્યનાં સમાચાર આવ્યા છે. ઓગસ્ટ મહિનામાં થયેલી અતિવૃષ્ટિથી નુકસાન માટે, રાજ્ય સરકાર દ્વારા રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પેકેજ જાહેર કર્યુ. 1462 કરોડની સહાયની જાહેરાત કરવામાં આવી છે. 20 જિલ્લા ના 136 તાલુકામાં 6000 થી વધુ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પિયત પ્રકાર, બિન પિયત, બાગાયતી પાકનો સમાવેશ કરવામાં આવ્યો છે. 33% થી વધુ નુકસાની વાળો વિસ્તાર 8 લાખ હેકટર થી વધુ છે. જેમાં મગફળી, કપાસ, ડાંગર, તુવેર, સોયાબિનનો સમાવેશ થાય છે.
(5:11 PM IST)