News of Monday, 4th November 2024
ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ચંદ્રચુડ આવતીકાલે મંગળવારે બે મહત્વના ચુકાદા આપશે:૧૧ નવેમ્બરે નિવૃત્ત થઈ રહેલા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ડીવાય ચંદ્રચુડ આવતીકાલે બે મહત્વપૂર્ણ ચુકાદા આપશે: પ્રથમ ચુકાદો ૯ ન્યાયાધીશોની બનેલી સુપ્રીમની બેન્ચ એ નિર્ણય કરશે કે શું રાજ્યની નીતિના નિર્દેશક સિદ્ધાંતો, રાજ્યને, જાહેર હિતમાં ખાનગી મિલકત હસ્તગત કરવાની મંજૂરી આપે છે ?:બીજો ચુકાદો અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય સામે થયેલી અપીલ ઉપર આપશે. અલ્હાબાદ હાઇકોર્ટે ઉત્તર પ્રદેશ મદ્રેસા એક્ટને ફગાવી દીધો હતો, હવે તેના વિરુદ્ધ થયેલી અપીલ ઉપર ચીફ જસ્ટિસ ચંદ્રચૂડ કાલે ચુકાદો આપશે..

(10:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
