<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th November 2024

કેશોદના પાણખાણના યુવક રેવદ્રા પાટિયા નજીક નેશનલ હાઈવે પર ટુવ્હીલર સ્લીપ થતા કાળનો કોડયો બન્‍યોઃ સારવાર દરમિયાન મોત કેશોદઃ જૂનાગઢમાં રોડ અકસ્માતમાં આશાસ્પદ યુવાનનું મોત થયું છે.. કેશોદ તાલુકાના પાણખાણ ગામમાં રહેતો હઠીસિંહ સિસોદિયા વાડીના કામકાજ માટે ભંડુરીના શેરીયાખાણ ગામ ગયો હતો.. ત્યાથી પરત ફરતા દરમિયાન રેવદ્રા પાટિયા નજીક નેશનલ હાઈવે પર ટુવ્હીલર સ્લીપ થઈ ગયું.. જેમાં હઠીસિંહ ગંભીરરીતે ઈજાગ્રસ્ત થયો.. આસપાસના લોકોએ તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલ ખસેડ્યો.. સરકારી હોસ્પિટલના તબીબે ઈજાગ્રસ્ત હઠીસિંહને મૃત જાહેર કર્યો.

(11:18 AM IST)