News of Tuesday, 5th November 2024
સલમાન ખાનને છાસવારે ધમકીઓ મળી રહી છે: મંદિરમાં જઈને માફી માગવા અને નહીં તો પાંચ કરોડ આપી દેવા મુંબઈ પોલીસમાં ધમકી આપતો મેસેજ આવ્યો: સલમાનને ધમકી ઉપર ધમકી મળી રહી છે: મુંબઈ ટ્રાફિક કંટ્રોલ રૂમને મોકલવામાં આવેલા મેસેજમાં દાવો કરવામાં આવ્યો હતો કે 'લૉરેન્સ બિશ્નોઈનો ભાઈ બોલી રહ્યો છું અને જો સલમાન ખાન જીવતો રહેવા માંગતો હોય તો તેણે અમારા મંદિરમાં જઈને માફી માંગવી અથવા ૫ કરોડ રૂપિયા આપવા. જો આમ નહિ કરે તો તેને મારી નાખવામાં આવશે. અમારી ગેંગ હજુ પણ એક્ટીવ છે.' ટ્રાફિક કંટ્રોલ રૂમમાં કામ કરતા એક અધિકારીએ અડધી રાત્રે આ ધમકીભર્યો મેસેજ વાંચ્યો હતો. પોલીસ હાલમાં ધમકી આપનાર વ્યક્તિને શોધી રહી છે. આ પહેલા પણ સલમાન ખાનને લૉરેન્સ બિશ્નોઈના નામે બે કરોડની પહોંચાડવા ધમકી મળી હતી.

(11:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
