News of Tuesday, 5th November 2024
૨૦૦૦ ની નોટો હજુ પણ માન્ય છે અને રિઝર્વ બેંકની અમદાવાદ સહિત ૧૯ બ્રાન્ચોમાં બદલાવવાની સુવિધા ચાલુ છે: પોસ્ટ ઓફિસ મારફત પણ મોકલી શકાય છે: રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ ₹૨૦૦૦ ની નોટો ચલણમાંથી ૨૦૨૩ માં પરત ખેંચી લીધી હતી. ત્યારબાદ વખતો વખત રિઝર્વ બેન્ક ૨૦૦૦ ની નોટો અંગેનું સ્ટેટસ જાહેર કરતી રહી છે. સાત ઓક્ટોબર ૨૦૨૩ સુધી દેશની તમામ બેંકોની બ્રાન્ચોમાં ૨૦૦૦ની નોટ પાછી લેવામાં આવતી હતી, અને બદલી આપવામાં આવતી હતી. હવે આ ફેસિલિટી માત્ર રિઝર્વ બેન્કની અમદાવાદ સહિત દેશભરમાં આવેલી ૧૯ બ્રાન્ચોમાં આજે પણ ચાલુ છે. એટલે કે ૨૦૦૦ ની નોટ હજુ પણ માન્ય છે અને રિઝર્વ બેંકની દેશભરની ૧૯ બ્રાન્ચોમાં તમે તેને બદલી શકો છો. ઉપરાંત દેશની કોઈ પણ પોસ્ટ ઓફિસ થી ૨૦૦૦ ની નોટ બદલવા માટે તમે રિઝર્વ બેંકને મોકલી શકો છો. હવે આ સવલત ગમે ત્યારે બંધ થઈ જશે તેમ મનાય છે. ૩૧ ઓક્ટોબર ૨૦૨૪ ના રોજ ૯૮.૦૪ ટકા એટલે કે ૩.૫૬ લાખ કરોડ રૂપિયાની ૨૦૦૦ ની નોટો રિઝર્વ બેંકમાં પરત આવી ગઈ છે અને હવે ચલણમાં માત્ર ૧.૯૬% એટલે કે ૬૯૭૦ કરોડ રૂપિયાની ૨૦૦૦ ની નોટો ફરી રહી છે..

(12:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
