News of Monday, 11th November 2024
ક્યુબામાં વહેલી સવારે ૬.૮ ની તીવ્રતાનો મહા ભૂકંપ: રવિવારે રાતથી જ આંચકા આવવાના શરૂ થઈ ગયા હતા: આજ સુધીનો સૌથી મોટો ભુકંપ : ક્યુબામાં વહેલી સવારે ૬.૮ ની તીવ્રતાનો મહા ભૂકંપનો જબ્બર આંચકો, અનેક ઈમારતોને નુકશાન. : ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે સેન્ટિયાગો ડી ક્યુબા અને આસપાસના ગ્રામીણ વિસ્તારોની ઇમારતો ધ્રૂજી ઊઠી. આ અત્યાર સુધીનો સૌથી મોટો ભૂકંપ હોવાનું ગણાવાય છેઃ : યુએસ નેશનલ સુનામી વોર્નિંગ સેન્ટરે જણાવ્યું હતું કે સુનામીનો કોઈ ખતરો નથી. : ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે ટ્વિટર પર જણાવ્યું હતું કે ભૂસ્ખલન પણ થયું હતું અને ઘણા ઘરો અને પાવર લાઈનોને નુકસાન થયું છે. : રવિવારે રાતથી જ ભૂકંપના આંચકા આવવા લાગ્યા હતા અને સવાર સુધી લોકોએ અનુભવ્યા હતા.

(9:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
