<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th November 2024

પહાડી પ્રદેશોમાં હિમવર્ષા - વરસાદ ચાલુઃ દેશના અનેક રાજયોમાં તાપમાન નીચું આવશે : લાંબા સમય બાદ એક સારૂ વેસ્‍ટર્ન ડિર્સ્‍બન્‍સ પહાડો સુધી પહોંચ્‍યુ છે. ઊંચા પહાડો પર બરફ પડી રહ્યો છે. હિકમાચલ પ્રદેશ અને ઉત્તરાખડનું હવામાન લગભગ શુષ્‍ક છે. પરંતુ હિમાચલ પ્રદેશ ઊંચા પર્વતો પર હળવો વરસાદ શરૂ થયો છે. બે-ત્રણ દિવસ પછી જયારે ઉત્રનો પવન ફૂંકાશે ત્‍યારે પંજાબથી હરિયાણા, દિલ્‍હી, પヘમિ ઉત્તર પ્રદેશ અને ઉત્તર રાજસ્‍થાન સુધી તાપમાન ઘટી જશે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરની અસર દક્ષિણ ભારતમાં ભારે વરસાદના સ્‍વરૂપમાં જોવા મળશે. રાજસ્‍થાન અને ગુજરાત સહિત મધ્‍ય પ્રદેશમાં હવામાન શુ્‌ષ્‍ક રહેશે અને દિવસો ગરમ રહેશ. દક્ષિણ મહારાષ્‍ટ્રમાં ર૪ કલાક પછી હળવો વરસાદ થઇ શકે છે.

(2:48 PM IST)