<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd December 2024

રેશનકાર્ડ હોલ્‍ડરોની સ્‍થિતિ ફરી ખરાબ થશેઃ ડીસેમ્‍બરની દાળ અને ચણામાં પ૦ ટકાનો કાપઃ ખાંડ ૧૦૦% કરી દેવાઇઃ લાખો કાર્ડ હોલ્‍ડરોમાં ભારે દેકારો રાજયનું પુરવઠા તંત્ર ગરીબ રાશનકાર્ડ હોલ્‍ડરો કોઇપણ પ્રકારે હેરાન થાય તેવા નિર્ણયો દર મહિને લઇ લેવામાં પારંગત થઇ ગયું છેઃ ગયા મહિને તુવેરદાળ અને ખાંડમાં પ૦ ટકા કાપ મૂકી દીધોઃ તેનો દેકારો શમ્‍યો નથી ત્‍યાં ડીસેમ્‍બરમાં ખાંડ ૧૦૦ ટકા ફાળવણી કરીઃ પરંતુ તુવેરદાળ અને ચણામાં ડીસેમ્‍બરની ફાળવણીમાં પ૦ ટકાનો કાપ મૂકી દેતા લાખો ગરીબ કાર્ડ હોલ્‍ડરોમાં દેકારો મચી ગયો છેઃ હજારો દુકાનદારો પણ કંટાળી ગયા છેઃ સર્વર અંગે વ્‍યાપક ફરિયાદો છે

(4:25 PM IST)