તા. ૫ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૧ શુક્રવાર
News of Wednesday, 4th December 2024
આવતીકાલે માત્ર ફડણવીસ, શીંદે અને પવાર જ શપથ લેશે મુંબઇ : ન્યુઝ ફર્સ્ટના અહેવાલ મુજબ આવતીકાલે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે દેવેન્દ્ર ફડણવીસ, અને નાયબ મુખ્યમંત્રી તરીકે એકનાથ શીંદે અને અજીત પવાર જ શપથ લેશે. આ ત્રણ સિવાયના તમામ કેબીનેટ અને રાજ્યકક્ષાના પ્રધાનો આવતા દસ દિવસમાં લીસ્ટ તૈયાર થતા શપથ લેશે. ભાજપના નેતૃત્વ હેઠળની મહાયુતિ‘‘લાડકી બહેનો'' યોજનાએ પ્રચંડ પ્રતિસાદ આવ્યો હોઇ ઓડિયન્સમાં મહિલાઓની ખૂબ મોટી હાજરી રહે તેવુ પ્લાનીંગ કર્યુ છે. વિશેષ વિગતો મેળવાઈ રહી છે. એકનાથ શિંદે નાયબ મુખ્યમંત્રી પદ માટે રાજી થઈ ગયાનું ન્યુઝ ફર્સ્ટ નોંધે છે. અત્યારે ૧૦ વાગ્યે ભાજપની કોર કમીટી ઓબ્ઝર્વરોને મળી રહી છે. ૧૧ વાગ્યે ભાજપ વિધાનસભ્યો નેતા ચૂંટવા મુંબઈમાં આવ્યા છે. આ પછી પક્ષના નેતાઓ શ્રી વિજયભાઈ રૂપાણી, નિર્મલા સીતારમણ પક્ષના નેતાનું નામ (ફડણવીસનું નામ) જાહેર કરશે. આજે સાથે દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે અને અજીત પવાર સરકાર રચવા દાવો કરશે. આવતીકાલે સાંજે આઝાદ મેદાનમાં શપથવિધિ યોજાશે.

(2:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
