તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૩ બુધવાર
News of Tuesday, 24th December 2024
માનવ તસ્કરીના કેસમાં ઈડીએ મુંબઈ, નાગપુર, ગાંધીનગર અને વડોદરામાં ૮ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું: દસ્તાવેજો, ડિજિટલ ઉપકરણો અને વાહનો તથા બેંક ખાતામાં ૧૯ લાખની બેલેન્સ ફ્રીઝ કરવામાં આવી:ઈડી, અમદાવાદે ભાવેશ અશોકભાઈ પટેલ અને અન્યના કેસમાં ચાલી રહેલી તપાસના ભાગરૂપે પી એમ એલ એ, ૨૦૦૨ની જોગવાઈઓ હેઠળ મુંબઈ, નાગપુર, ગાંધીનગર અને વડોદરામાં ૮ સ્થળોએ ૧૦ અને ૧૯ ડિસેમ્બર રોજ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હોવાનું સોશિયલ મીડિયા ઉપર એક ટ્વીટમાં જાહેર થયું છે. :ડીંગુચા કેસ મુજબ એક સુનિયોજિત કાવતરું રચી લોકોને કેનેડા મારફતે ગેરકાયદેસર માર્ગ દ્વારા યુએસએ મોકલવાના, માનવ તસ્કરીના ગુના કરેલ છે. :સર્ચ ઓપરેશન દરમિયાન, અન્ય વિવિધ ગુનાહિત દસ્તાવેજો, ડિજિટલ ઉપકરણો અને ૨ વાહનો જપ્ત કરવામાં આવ્યા છે અને બેંક ખાતામાં રૂ. ૧૯ લાખ (અંદાજે)ની બેલેન્સ ફ્રીઝ કરવામાં આવી હોવાનું પણ પ્રસિદ્ધ થયું છે.

(10:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
