<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th December 2024

જામનગર રોડ ઉપર વિખ્‍યાત સન્‍ની પાજી કા ધાબાની જગ્‍યા ઉપર બાંધકામ દૂર કરાયું: સન્ની પાજીકાના સંચાલકોએ પોતાનો ધાબો તોડી નાખ્‍યોઃ મામલતદાર કહે છે. રેસીડન્‍સમાં કોમર્શીયલ ઉપયોગ કરાતો હતો : રાજકોટના જામનગર રોડ ઉપર આવેલ વિખ્‍યાત સન્ની પાજી કા ધાબાની જગ્‍યા ઉપર થયેલ બાંધકામ દૂર કરાતા તાલુકા મામલતદાર તંત્રના ફોન ધણધણયા હતાઃ મામલતદાર તંત્ર અને મામલતદારશ્રી મકવાણાએ ‘અકિલા' ને જણાવેલ કે અમે દબાણ હટાવની કાર્યવાહી કરી નથી કારણ કે તે જગ્‍યા તેમની પોતાની છે... અને અગાઉ શરત ભંગ બદલ સન્ની પાજી કાના સંચાલકોએ જણાવેલ કે રેસીડન્‍સમાં કોમર્શીયલ બાબત હોય શરત ભંગ થાય છેઃ આથી સન્ની પાજી કાના સંચાલકો દ્વારા જ આજે બાંધકામ હટાવવાની જાતે કાર્યવાહી થઇ હતી. મામલતદાર શ્રી મકવાણાએ જણાવેલ કે શરત ભંગ અંગે નોટીસ ફટકારેલ બાદમાં ધાબા સંચાલકોએ સ્‍વૈચ્‍છાએ બાંધકામ તોડી પાડયું છે

(3:13 PM IST)