તા. ૨૧ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૯ શુક્રવાર
News of Sunday, 29th December 2024
એક જ દિવસમાં ત્રણ ત્રણ વીમાની દુર્ઘટના સર્જાઈ: પ્રથમ દુર્ઘટનામાં ૧૭૯ના મોત: અન્ય દુર્ઘટનામાં વિમાન સળગી ઊઠ્યું તથા ત્રીજી દુર્ઘટનામાં વિમાન સ્લીપ થઈ ઘાસમાં ચાલ્યું ગયું: જો કે છેલ્લી બંને દુર્ઘટનામાં લોકો સહી સલામત:આજના દિવસમાં ત્રીજી વિમાની દુર્ઘટના સર્જાય બોઈંગ ૭૩૭-૮૦૦ એરક્રાફ્ટ, જે ઓસ્લો એરપોર્ટથી એમ્સ્ટરડેમ તરફ જઈ રહ્યું હતું તેમાં ટેકઓફ - ઉડ્ડયન શરૂ કર્યાના થોડા સમય બાદ હાઈડ્રોલિક સિસ્ટમ્સમાં ખામી સર્જાતાં પ્લેનને તાત્કાલિક લેન્ડિંગ - ઉતરાયણ કરવાની જરૂર પડી હતી.:પરિસ્થિતિને કાબૂમાં લેતા, વિમાનના પાયલોટે પ્લેનને ઓસ્લોથી ૧૧૦ કિલોમીટર દક્ષિણમાં સ્થિત સેન્ડફિઓર્ડ એરપોર્ટ પર લેન્ડ કરવાનું નક્કી કર્યું. સુરક્ષિત ઉતરાણ કરવા છતાં, વિમાન રનવે ઉપરથી સરકી ગયું અને નજીકમાં ઘાસમાં જઈને અટકી ગયું. :વિમાનમાં મુસાફરો અને પાયલોટ એરહોસ્ટેસ સહિત કુલ ૧૮૨ લોકો સવાર હતા. જો કે તમામ લોકો હેમખેમ છે. તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા, : જુઓ વિડીયો

(5:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
