News of Sunday, 29th December 2024
ગાઝા યુદ્ધવિરામ વાટાઘાટો તૂટી પડવાને આરે પહોંચી: ગાઝાના શરણાર્થી કેમ્પમાં ભયાનક ઠંડીને લીધે પાંચ બાળકોના મૃત્યુ : ઇજિપ્તના સૂત્રોએ અલ-અરબી ટીવીને જણાવ્યું છે કે ઇઝરાયલના અક્કડ વલણને કારણે ગાઝા યુદ્ધવિરામ વાટાઘાટો તૂટી પડવાને આરે પહોંચી છે સૂત્રોએ ઉમેર્યું હતું કે કૈરો-ઇજિપ્ત અને દોહા-કતાર ઇઝરાયેલ અને પેલેસટાઈન વચ્ચેની યુદ્ધવિરામની વાટાઘાટો, મડાગાંઠ સુધી ન પહોંચે તે માટે ભારે પ્રયાસો કરી રહ્યા છે. દરમિયાન ગાઝાના શરણાર્થી કેમ્પમાં ભયાનક ઠંડીને લીધે એક અઠવાડિયામાં પાંચ બાળકોના મૃત્યુ થયા છે

(6:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
