News of Thursday, 23rd January 2025
બિહારના બેફામ બેફામ ફાયરિંગ: પૂર્વ ધારાસભ્ય અનંત સિંહનો ચમત્કારીક બચાવ : બિહારના મોકામા તાલુકાના નૌરંગા-જલાલપુર ગામમાં મોકામાના પૂર્વ ધારાસભ્ય અનંત સિંહ અને કુખ્યાત ગુનેગાર સોનુ-મોનુ ગેંગ વચ્ચે ભીષણ ફાયરિંગમાં મોકામાના પૂર્વ ધારાસભ્ય અનંત સિંહનો આબાદ બચાવ થયો હતો : ફાયરિંગની ઘટના બાદ નૌરંગા ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે : સોનુ-મોનુ ગેંગે ગામના એક પરિવારને બેરહેમીથી માર માર્યો હતો. તેના પરિવારના તમામ સભ્યોને ઘરની કાઢીને તાળા મારી દેવામાં આવ્યા હતા : આ મામલાની માહિતી મળ્યા બાદ અનંત સિંહ પણ સોનુ મોનુના ઘરે ગયો હતો. અનંત સિંહને ઘરે જોઈને બન્ને ભાઈઓએ ફાયરિંગ કર્યુ હતું અને સ્થળ પરથી ફરાર થઈ ગયા છે : આ ફાયરિંગમાં અનંત સિંહ માંડ-માંડ બચ્યા છે. ફાયરિંગની ઘટનાથી ગામમાં ભયનો માહોલ છે.

(9:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
