<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th February 2025

ઉત્તરાખંડ બાદ ગુજરાતમાં લાગુ થશે UCC : સુપ્રિમ કોર્ટના નિવૃત ન્યાયાધીશની અધ્યક્ષતામાં કમિટીની રચના કરાઈ : ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કરવા માટે રાજ્ય સરકારે 5 સભ્યોની કમિટીની રચવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, ગુજરાતમાં કોમન સિવિલ કોડની આવશ્યકતા ચકાસવા અને કાયદા માટેનો મુસદો તૈયાર કરવા સુપ્રિમ કોર્ટના નિવૃત ન્યાયાધીશ રંજના દેસાઈની અધ્યક્ષતામાં કમિટી રચવાનો નિર્ણય કરાયો છે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંધવીએ કહ્યું, કમિટી 45 દિવસમાં પોતાનો રિપોર્ટ આપશે.

(12:49 PM IST)