<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th February 2025

સૌરાષ્ટ્રની વાંકાનેર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના ૧૧ સહિત ૧૩ ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા: હવે ૧૫ બેઠક માટે મતદાન થશે:સૌરાષ્ટ્રના રાજકોટ નજીક આવેલ વાંકાનેર નગર પાલીકાની પેટા ચૂંટણીમાં આજ રોજ ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ભાજપના ૧૧, કોંગ્રેસના ૧ તેમજ બસપાના ૧ ઉમેદવાર બીનહરીફ વિજેતા જાહેર થયેલ છે.:હવે બાકી રહેલ ૧૫ બેઠક પર આગામી ૧૬ ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે. ટોટલ ૨૮ બેઠકોમાંથી ૧૩ ઉમેદવાર આજ રોજ બીનહરીફ વિજેતા જાહેર થયા. આમ વાંકાનેર નગરપાલિકા ઉપર ભાજપનો વિજય નિશ્ચિત મનાય છે.

(9:08 PM IST)