<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

અત્યારની મુખ્ય હેડલાઇન્સ: * આવતીકાલે સાંજે 7.15 વાગ્યે સતત ત્રીજી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહ માટે તમામ તૈયારીઓ અપાય રહ્યો છે આખરી ઓપ : આવતીકાલે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાનાર સમારોહમાં પડોશી દેશોના ઘણા નેતાઓ હાજરી આપશે. : * કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી સર્વસંમતિથી કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ તરીકે ચૂંટાયા. : * હવામાન વિભાગે આવતીકાલથી ઉત્તરપશ્ચિમ ભારતમાં હીટવેવની નવી લહેરની આગાહી કરી અને આ સાથે જણાવ્યું કે દેશમાં ચોમાસાની પ્રગતિ સામાન્ય છે. : * UN એ સશસ્ત્ર સંઘર્ષમાં બાળકો સામેના ઉલ્લંઘન અંગેના તેના વાર્ષિક અહેવાલમાં ઇઝરાયેલ અને હમાસનો સમાવેશ કર્યો છે. : * ફ્રેન્ચ ઓપન ટેનિસમાં, ઈગા સ્વીઆતેક એ ફાઇનલમાં ઇટાલીની જાસ્મિન પાઓલિનીને હરાવીને, સતત ત્રીજી વખત વિમેન્સ સિંગલ ટાઇટલ જીત્યું.10:45 PM IST

ભારતે બિહારમાંથી બે પક્ષી અભયારણ્ય, નાગી અને નકટીને 'રામસર સાઇટ્સ'ની યાદીમાં ઉમેર્યા છે, જેથી દેશમાં રામસર સાઈટ્સ ની સંખ્યા વધીને 82 થઈ ગઈ છે. નવા 'આંતરરાષ્ટ્રીય મહત્વના વેટલેન્ડ્સ' અંતર્ગત બન્ને માનવસર્જિત જળાશયો જમુઈ જિલ્લાની ઝાઝા વન શ્રેણીમાં આવેલા છે. બિહારમાં, વિશ્વ પર્યાવરણ દિવસના ભાગ રૂપે આ બન્ને જગ્યાઓ રામસર સાઇટ્સમાં ઉમેરવામાં આવી હતી. આ બન્ને જગ્યાઓમાં ટેકરીઓથી ઘેરાયેલા સૂકા પાનખર જંગલો આવેલ છે. આ બે સાઇટ્સ સાથે, ભારતે હવે રામસર સાઇટ્સના સંદર્ભમાં ચીનની બરાબરી કરી છે. બન્ને દેશો હવે 82 માન્ય જળ સંગ્રહિત ઇકોસિસ્ટમ ધરાવે છે. 175 સાથે યુકેમાં આવી સાઇટ્સની સૌથી વધુ સંખ્યા છે, ત્યારબાદ મેક્સિકોમાં 144 છે. IST

છત્તીસગઢમાં નક્સલવાદીઓ સાથે અથડામણમાં ઘાયલ : ત્રણ જવાનોને ગોબેલ વિસ્તારમાંથી એરલિફ્ટ કરાયા : નારાયણપુર-દંતેવાડામાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં 7 નક્સલીઓને ઠાર કર્યા : છત્તીસગઢ: નારાયણપુર ડીઆરજીના ત્રણ ઘાયલ સૈનિકોને ગોબેલ વિસ્તારમાંથી એરલિફ્ટ કરવામાં આવી રહ્યા છે. જિલ્લા નારાયણપુર, કોંડાગાંવ, દંતેવાડા, જગદલપુર અને 45મી બટાલિયન ITBP દળના DRGની સંયુક્ત કાર્યવાહીમાં, નારાયણપુર-દંતેવાડા-કોંડાગાંવ આંતર-જિલ્લા સરહદ વિસ્તારના પૂર્વ બસ્તર વિભાગ હેઠળના ગામ મુંગેરી, ગોબેલ વિસ્તારમાં નક્સલવાદીઓ સાથે અથડામણ થઈ હતી. નારાયણપુર-દંતેવાડામાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં 7 નક્સલીઓને ઠાર કર્યા છે.10:44 AM IST

નવો પલટો : ચંદ્રબાબુ નાયડુનો પક્ષ કદાચ મોદી સરકારમાં જોડાશે નહીં અને બહારથી ટેકો આપશે: ન્યુઝ ફર્સ્ટ ,નીતીશ કુમારના જેડીયુને ૩ અને અજીત પવારના એનસીપી સહિતના સાથી પક્ષોને ૧-૧ પ્રધાન મળશે: વાટાઘાટો ચાલુ,આશ્ચર્ય જનક ઘટના !! ટીડીપીના સુપ્રીમો ચંદ્રાબાબુ નાયડુ કદાચ મોદી સરકારમાં જોડાશે નહીં અને સંભવતઃ નરેન્દ્રભાઈની સરકારને બહારથી ટેકો આપશે તેમ ન્યુઝ ફર્સ્ટ જણાવે છે. દરમિયાન ભરોસાપાત્ર સૂત્રો જણાવે છે કે, નીતીશ કુમારના જનતા દળ યુ - જેડીયુ પક્ષને ફાળે ત્રણ મંત્રાલયો - ત્રણ પ્રધાનો મળી શકે છે, જ્યારે એનસીપી અજીત પવાર, શિંદે શિવસેના, જીટીએસ પાર્ટી, આર એલ ડી પાર્ટી અને અપના દળને ૧-૧ પ્રધાન - ખાતુ મળવાની શક્યતા છે. વાટાઘાટો મોડી રાત્રે હજુ ચાલુ છે. IST