News of Saturday, 8th February 2025
દિલ્હીની જંગપુરા બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર મનિષ સિસોદીયા 600 મતથી હારી ગયા છે. આ બેઠક પરથી ભાજપના તરવિંદર સિંહ મારવાહ વિજય થયા : આપને મોટો ઝાટકો: જંગપુરાની બેઠક ઉપરથી મનીષ સિસોદિયા ભાજપના તરવિંદરસિંઘ મારવાહ સામે ૬૦૦ મતે હારી ગયા છે. આ લખાય છે ત્યારે ૧૨.૩૫ કલાકે ભાજપને ૪૮ અને આપને ૨૨ બેઠકો મળી રહી છે જ્યારે ચૂંટણી પંચના કહેવા મુજબ ભાજપ ૪૫ બેઠક ઉપર અને આપ ૨૫ બેઠક ઉપર આગળ છે. કેજરીવાલ ૨૩૮ મતથી પાછળ છે. મુખ્યમંત્રી આતિશિ પણ પાછળ છે. ભાજપના પ્રવક્તા કહે છે કે દિલ્હીના મુખ્યમંત્રીનું નામ એવું હશે કે સૌ આશ્ચર્યચકિત બની જશે.

(12:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
