<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th February 2025

દિલ્હી અને આસપાસ સવારે ૧૦ સેકન્ડ સુધી ભૂકંપના આંચકા ચાલુ રહ્યા: લોકો ધ્રુજી ઉઠ્યા: નરેન્દ્ર ભાઈએ સૌને શાંતિ જાળવવા અને સુરક્ષા સાવધાનીઓનું પાલન કરવા અપીલ કરી : નરેન્દ્રભાઈએ કહ્યું છે કે દિલ્હી અને આજુબાજુ વિસ્તારમાં સવારે ૧૦ સેકન્ડ સુધી ભૂકંપના ઝાટકા અનુભવાયા છે. તમામ લોકો શાંતિ જાળવે, સુરક્ષા સાવધાનીઓનું પાલન કરે, અધિકારીઓ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. : ભૂકંપ ડરામણો હતો મહાદેવ સૌને સુરક્ષિત રાખે: ગીરીરાજસિંહ : કેન્દ્રીય મંત્રી ગીરીરાજસિંહે કહ્યું છે કે આજે સવારે રાજધાની દિલ્હીમાં આવેલો ભૂકંપ ખૂબ જ ડરામણો હતો, મહાદેવ સૌને સુરક્ષિત રાખે.: દિલ્હીના નવા મુખ્યમંત્રીની આજે જાહેરાત? : આજે દિલ્હીના નવા મુખ્યમંત્રીની જાહેરાત થવાની પૂરી સંભાવના : મહાકુંભમાં પવિત્ર સ્નાન કરનારા યાત્રાળુઓની સંખ્યા ૫૩ કરોડે પહોંચી : પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા મહાકુંભમાં લગભગ ૫૩ કરોડ શ્રદ્ધાળુઓએ પવિત્ર સ્નાન કર્યું. નવો રેકોર્ડ : કાશ્મીરના પૂંછ સેક્ટરમાં પાકિસ્તાને ફાયરિંગ કર્યું: ભારતનો જડબાતોડ જવાબ : પાકિસ્તાને કાશ્મીરના પુંછ સેક્ટરમાં ફરી અટકચાળો કરી ફાયરિંગ કર્યા છે, ભારતે જડબાતોડ વળતો જવાબ આપ્યો.

(9:48 AM IST)