<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th February 2025

મહત્વના સમાચારો ઉડતી નજરે : દિલ્હી વિધાનસભાનું પહેલું સત્ર આજથી શરૂ, સત્ર ૨૭ ફેબ્રુઆરી સુધી ચાલશે : પીએમ મોદીની બિહાર મુલાકાત, ભાગલપુરમાં ખેડૂતોને મળશે મોટી ભેટ : રાજસ્થાનમાં ૫ વર્ષનો છોકરો ૩૨ ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગયો, બચાવ કામગીરી ચાલુ : ચેમ્પિયન્સ ટ્રોફી: આજે બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડ વચ્ચે મેચ. : બિહારની રાજધાની પટનામાં ટ્રક અને ઓટો રિક્ષા વચ્ચે ભયાનક અકસ્માત સર્જાતા ૭ના સ્થળ ઉપર જ મૃત્યુ. બંને વાહન તળાવમાં ગબડી પડ્યાનું પણ જાણવા મળે છે. : યુક્રેનને નાટોનું સભ્યપદ આપવામાં આવતું હોય તો હું પ્રેસીડેન્ટપદ છોડવા તૈયાર છું: વોલોડીમીર ઝેલેન્સ્કી : અમેરિકાની ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન – એફબીઆઈના ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે અમેરિકાના સિક્રેટ સર્વિસના સ્પેશિયલ એજન્ટ અને ન્યૂયોર્કના ભૂતપૂર્વ પોલીસ અધિકારી ડેન બોન્ગીની વરણી કરતા ટ્રમ્પ, કહ્યું કે અમેરિકામાં ન્યાય અને કાયદાનું શાસન ટૂંક સમયમાં પરત આવશે. : ભારત અને ઇંગ્લેન્ડ આજથી સૂચિત વ્યાપાર કરાર અંગે મંત્રણાઓ ફરી શરૂ કરશે

(9:44 AM IST)