<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th February 2025

દાદી, નાનો ભાઈ, કાકાનો દીકરો, એની પત્ની અને ગર્લફ્રેન્ડ સહિત પાંચની ક્રૂર હત્યા કરી વિદેશથી વિવિધ ઉપર હમણાં જ આવેલા નરાધમે ઝેર પી લીધુ: માતા ગંભીર: કેરળની રાજધાની તિરૂવનંતપુરમમાં ૨૩ વર્ષીય યુવકે દાદી સલમાબી, ભાઈ અફસાન, કાકાનો દીકરો લતીફ અને તેની પત્ની શાહિદા સહિત પરિવારના ૪ સભ્યો ને તેની ગર્લફ્રેન્ડ ફરઝાના સહિત ૫ ની હત્યા કરી પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. તમામ ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા, જ્યારે આરોપીની માતાની હાલત ખૂબ ગંભીર.. આ નરાધમ યુવક પિતા સાથે વિદેશમાં રહેતો હતો. તાજેતરમાં વિઝિટિંગ વિઝા પર પાછો ફર્યો હતો. આરોપીની ઓળખ પેરુમાલાના રહેવાસી અફાન તરીકે થઈ છે. કારણ હજુ સ્પષ્ટ થયું નથી. ઘટના રવિવારે સાંજે બની હતી. આત્મસમર્પણ કરનાર આરોપીએ પરિવારના સભ્યોની હત્યા કર્યા પછી ઝેર પી લીધું હતું. હોસ્પિટલમાં છે.

(11:09 AM IST)