<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th March 2025

સુરતની પાર્થ પ્લાસ્ટિક તેમજ પ્લેટિનિયમ ઇન્ટરનેશનલ કાપડની કંપનીમાં ભીષણ આગ: મોટું નુકસાન: જાનહાની નથી: સુરતના હોજીવાલા વિસ્તારમાં આવેલી ઈન્ટરનેશનલ કાપડની કંપની DGVCLની ડીપીમાં બ્લાસ્ટથી શોર્ટ સર્કિટ થતાં કાપડની કંપનીના યાનમાં ભીષણ આગ લાગી છે. જ્યારે વિકરાળ બનેલી આગ બાજુની પ્લાસ્ટિક કંપનીમાં પણ લાગી હતી. કોઈ જાનહાનિ થઈ નથી. કંપનીમાં રહેલા માલ-સામાનને ભારે નુકસાન પહોંચ્યું છે. હોજીવાલા વિસ્તારમાં રોડ નંબર ૧૭ પર આવેલી પાર્થ પ્લાસ્ટિક તેમજ પ્લેટિનિયમ ઇન્ટરનેશનલ કાપડની કંપનીમાં ભીષણ આગની દુર્ઘટના સર્જાઈ છે. સમગ્ર ઘટનાને પગલે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જેમાં હોજીવાલા ફાયર વિભાગની પાંચથી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરી છે.

(4:47 PM IST)