<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th March 2025

રાજકોટના ત્રંબા નજીક આવેલા વડાળી ગામે ભરત નાગજીભાઈ મૂછડીયા (ઉંમર 52) નામના વ્યક્તિની અજય નામના શખ્સે છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખી. આ ઘટનાથી વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. આજીડેમ પોલીસે ઘટનાની જાણ થતાં તાત્કાલિક સ્થળ પર પહોંચીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. હત્યાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ પોલીસે આરોપી અજયની શોધખોળ તેજ કરી છે.

(10:43 PM IST)