<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st April 2025

ભારતીય વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં : ઓસ્ટ્રેલિયાએ ભારતના ગુજરાત, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ અને જમ્મૂ કાશ્મીરના વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થી વિઝા પર પ્રતિબંધ મૂક્યો છે. આ નિર્ણય બનાવટી અરજીઓ અને વિદ્યાર્થી વિઝામાં છેતરપિંડીના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયાની કેટલીક યુનિવર્સિટીઓએ ભારતીય વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવવા માટે વિઝાનો દુરુપયોગ કરી રહ્યા હોવાનો આરોપ લગાવ્યો છે, જેના પગલે કેટલીક યુનિવર્સિટીઓએ આ રાજ્યોના વિદ્યાર્થીઓની અરજીઓ સ્વીકારવાનું સંપૂર્ણપણે બંધ કરી દીધું છે અને શંકાસ્પદ વિદ્યાર્થીઓની તપાસ શરૂ કરી છે, તેમ હાલ જાણવા મળી રહ્યું છે.

(11:16 AM IST)