<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd April 2025

કચ્છમાં આજે રાત્રે ભૂકંપનો જોરદાર ઝટકો અનુભવાયો હતો. ભુજના અનેક વિસ્તારોમાં લોકો ભયભીત થઈને પોતાના ઘરોની બહાર દોડી આવ્યા હતા. ભૂજ શહેર ઉપરાંત કચ્છના અન્ય વિસ્તારોમાં પણ ભૂકંપની અસર જોવા મળી હતી. રિક્ટર સ્કેલ પર ૪.૩ની તીવ્રતાનો ભૂકંપ નોંધાતા લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. જો કે, આ ભૂકંપના કારણે કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના તાત્કાલિક સમાચાર મળ્યા નથી.

(11:54 PM IST)