<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd April 2025

ગુજરાતમાં તમામ સરકારી કાર્યક્રમો રદ : આતંકી હુમલાનો ભોગ બનેલા ૩ ગુજરાતીઓના પાર્થિવદેહ સાંજે ગુજરાત આવી પહોંચશે પહેલગામ આંતકી હુમલાના પગલે ગુજરાત સરકારે તમામ સરકારી કાર્યક્રમો રદ કર્યા છે દરમ્‍યાન આ હુમલામાં ૩ માર્યા ગયેલા ગુજરાતીઓના મૃતદેહો આજ સાંજ સુધીમાં શ્રી નગરથી મુંબઇ લાવવામાં આવશે અને મુંબઇથી અમદાવાદ લાવવામાં આવશે. એરપોર્ટ ઉપર ગૃહરાજ્‍ય મંત્રી હર્ષ સંઘવી ઉપસ્‍થિત રહેશે. તેમને આજે પાટણના કાર્યક્રમો રદ કર્યા છે. મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ પણ તેમના કાર્યક્રમો રદ કર્યા છે. ગુજરાતની કેબીનેટની તાકીદની બેઠક આજે મળી હતી. જેમાં મૃતકોને શ્રધ્‍ધાંજલી આપવામાં આવી હતી. મૃતદેહો ગુજરાત આવી પહોંચ્‍યા બાદ તેમના વતન પહોંચાડવામાં આવશે

(11:35 AM IST)