<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th April 2025

પહેલગાંવમાં આતંકવાદી હુમલા બાદ દેશના ઉચ્ચ સ્તરે મહત્વપૂર્ણ ઘટનાક્રમ ચાલી રહ્યો છે. એક તરફ સતત ઉચ્ચ સ્તરીય બેઠકોનો દોર જારી છે, તો બીજી તરફ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ રાષ્ટ્રપતિને મળવા પહોંચ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેઠકમાં વિદેશ મંત્રી પણ હાજર છે. આ ઘટનાક્રમથી અનેક સવાલો ઉભા થયા છે. શું ભારત પાકિસ્તાન સામે કોઈ મોટા પગલાંની તૈયારી કરી રહ્યું છે? શું આ તૈયારી પહેલાં રાષ્ટ્રપતિ સાથે બેઠક કરવામાં આવી રહી છે? આ સવાલો હાલમાં દેશભરમાં ચર્ચાનો વિષય બન્યા છે. (વિજય વસાણી, અકિલા)

(5:02 PM IST)