<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th April 2025

ન્યુઝફર્સ્ટ : બાંગ્લાદેશમાં એક ખ્યાતનામ શ્રીલંકન ઉદ્યોગપતિ આનંદ પાથિરાના અને તેમની પત્ની પ્રિન્સીનું ખંડણીખોર ગેંગ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણકર્તાઓએ તેમની મુક્તિ માટે 20 મિલિયન યુએસ ડોલરની ખંડણીની માંગણી કરી હતી. જો કે, શ્રીલંકન કમાન્ડોઝે બાંગ્લાદેશની સ્થાનિક સરકારની મદદથી સફળતાપૂર્વક બચાવ કામગીરી હાથ ધરી બંનેને સુરક્ષિત રીતે છોડાવ્યા છે. આ ઘટના, બાંગ્લાદેશની મુલાકાત લેતા ઉદ્યોગપતિઓ માટે ગંભીર ચેતવણી સમાન છે.

(11:17 AM IST)