તા. ૧૫ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૪ મંગળવાર
News of Sunday, 27th April 2025
સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા હાથ ધરાયેલા એક મોટા ઓપરેશનમાં 239 જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી પાડવામાં આવ્યા છે. જિલ્લા એલસીબી અને એસઓજી પોલીસે ગ્રામ્ય વિસ્તારના વિવિધ સ્થળો પર દરોડા પાડીને આ કાર્યવાહી કરી હતી. પકડાયેલા લોકોમાં બારડોલીમાંથી 43, પલસાણામાંથી 55, કડોદરામાંથી 29, કામરેજમાંથી 35, કીમમાંથી 12, કોસંબામાંથી 25, ઓલપાડમાંથી 33 અને માંડવીમાંથી 7 લોકોનો સમાવેશ થાય છે. હાલમાં પોલીસ દ્વારા આ તમામ શંકાસ્પદોની પૂછપરછ ચાલી રહી છે.

(2:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
