<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

ગુજરાત બોલશે ખાલીસ્‍તાન ઝિંદાબાદ : રાજકોટ કોર્ટ, સિક્કા બંદર, ન્‍યારા રિફાઇનરી, મહાત્‍મા મંદિરમાં ડ્રોન હુમલાની ધમકી : રાજકોટ ડિસ્‍ટ્રીક્‍ટ કોર્ટ અને બાર એસોસિએશનને ‘ખાલીસ્‍તાની સંગઠન'ના નામે ધમકીભર્યો ઇ-મેઇલ મોકલાયોઃ શહેર પોલીસ કન્‍ટ્રોલ રૂમ દ્વારા જામનગર, દેવભુમિ દ્વારકા, ગાંધીનગર જીલ્લા પોલીસને પણ જાણ કરવામાં આવી : ઇ-મેઇલમાં લખાયું મોદી-શાહની સરકારનો અંત લાવવા હવે ડ્રોન આઇઇડી વડે ધમાકા થશેઃ વાડીનાર પોર્ટથી ન્‍યારા રીફાઇનરી, સિક્કા પોર્ટથી જામનગર સુધી, મહાત્‍મા મંદિરમાં ડ્રોન-આઇફોન બેટરીથી બોમ્‍બ ધમાકા કરવાની ધમકીઃ ઇ-મેઇલમાં કેનેડાના બબ્‍બર ખાલસા સંગઠનના નેતાઓના પણ નામ લખાયા : એસઓજી પીઆઇ એન. બી. ચોૈધરીની ટીમ તેમજ બોમ્‍બ સ્‍ક્‍વોડ, ડોગ સ્‍ક્‍વોડ, ક્‍યુઆરટી દ્વારા ડીસ્‍ટ્રીકટ કોર્ટ ખાતે ચેકીંગ કરાયું2:58 PM IST

દરેક અચાનક મૃત્‍યુને હાર્ટએટેક માનવું યોગ્‍ય નથી : પદ્મભૂષણ ડો. તેજસ પટેલ : આંતરરાષ્ટ્રીય ફલક ઉપર પણ જેમની ખ્‍યાતી છે તેવા હૃદયના નિષ્‍ણાંત તબીબે કરી દિલ ખોલીને વાત : * અનએક્‍સપ્‍લેઇન્‍ડ સડન ડેથના કિસ્‍સામાં પોસ્‍ટમોર્ટમ અંગે જાગૃતિ વધારવાની સૌથી મહત્‍વની જરૂરિયાત છે : * વ્‍યક્‍તિ અચાનક મૃત્‍યુ પામે ત્‍યારે તેને માત્ર ‘‘હાર્ટ એટેક'' કહી દેવાને બદલે મૂળ કારણ શોધવું અને સમાજમાં તેના વિશે જાગૃતિ લાવવી અત્‍યંત જરૂરી. *હાર્ટ એટેકના કારણોમાં ખાવાની ખોટી ટેવ, અલ્‍ટ્રા-પ્રોસેસ્‍ડ ફૂડ, ટ્રાન્‍સફેટ અને વધુ પડતા સિમ્‍પલ કાર્બોહાઇડ્રેટ, સ્‍થૂળતા, ડાયાબિટીસ, સતત વધતું સ્‍ટ્રેસ, યુવાનોમાં ડ્રગ્‍સનું સેવન, ખાસ કરીને યુવાન મહિલાઓમાં સ્‍મોકિંગનું વધતું પ્રમાણ ગંભીર બાબત છે. * આડેધડ પ્રોટીન પાઉડરનું સેવન યોગ્‍ય નથી * હું ખેડૂત છુ અને મારે છેલ્‍લો શ્વાસ પણ ખેડૂત તરીકે જ લેવો છે. *કર્મ કરવું અને ફળની આશા પણ રાખવી પરંતુ ફળની જીદ ન કરવી. *કાર્ડિયોલોજીના ક્ષેત્રમાં આગામી ૧૫થી ૨૦ વર્ષ માટેનું તેમનું મુખ્‍ય ધ્‍યાન પર્સનલાઇઝ્‍ડ મેડિસિન અને મલ્‍ટી-ઓમિક્‍સ તથા જીનોમિક્‍સ આધારિત સારવાર પર *ડો. તેજસભાઇ પટેલે હૃદયરોગ, યુવાનોમાં વધતા સડન ડેથના બનાવો, જીવનશૈલી, આહાર, કસરત, પ્રોટીન પાવડર, તેલ-ઘી તથા આધુનિક ટેલી-રોબોટિક કાર્ડિયાક ટેકનોલોજી સહિતના વિવિધ વિષયો અંગે મહત્‍વપૂર્ણ વિચારો વ્‍યક્‍ત કર્યા 12:05 PM IST

સંઘ થી સંસદ સુધી નરેન્દ્રભાઇ મોદીની રાજકીય યાત્રાના ૪૫ વર્ષનો આંકડાકીય હિસાબઃ કાર્યકરથી વડાપ્રધાન સુધી રાજકીય સફરનાં નિર્ણાયક પડાવ : ‘સંઘના કાર્યકર થી સત્તા ના શિખર સુધી આંકડાના આયનામાં નરેન્‍દ્ર મોદી ની અવિરત રાજકીય સફર' : નેરન્‍દ્રભાઇ મોદીના જન્‍મદિન નિમીતે વિશેષ અહેવાલ : ‘‘ગુજરાત થી દિલ્‍હી સુધી નરેન્‍દ્રભાઇ મોદીની રાજકીય ઉડાન, આંકડા બતાવે છે આખી કહાની, ૧૯૮૦ ના દાયકા માં ગુજરાત ભાજપ માં સંગઠન કાર, ૧૯૯૦ માં મળી રાષ્ટ્રીય સ્‍તરે ઓળખ, ૧૯૯૫ માં મળી ભાજપ માં રાષ્ટ્રીય જવાબદારી, ૧૯૯૮માં ભાજપ ના રાષ્ટ્રીય મહાસચિવ ભૂમિકામાં, ૭ ઓક્‍ટોબર ૨૦૦૧ ના રોજ બન્‍યા ગુજરાત ના મુખ્‍યમંત્રી, ફેબ્રુઆરી ૨૦૦૨ માં નરેન્‍દ્રભાઇ મોદી ની પ્રથમ ચૂંટણી, ડિસેમ્‍બર ૨૦૦૨ પ્રથમ વિધાનસભા ચૂંટણી અને ભાજપની મોટી જીત, ૨૦૧૩ માં ગુજરાત નાનુ લગતા દિલ્‍હી તરફ પ્રયાણ, ૨૦૧૪ માં આવી ઐતિહાસિક લોકસભા ચૂંટણી, ૨૬ મે ૨૦૧૪ ના રોજ બન્‍યા પ્રથમ વખત વડાપ્રધાન , ૩૦ મે ૨૦૧૯ ના રોજ બન્‍યા બીજી વખત વડાપ્રધાન ૯ જૂન ૨૦૨૪ ના રોજ હેટ્રિક ફટકારી બન્‍યા ત્રીજી વખત વડાપ્રધાન, અને હવે ચોથી ઇનિંગ રમવા તૈયાર 1:59 PM IST

કચ્છના ૪૫ ખેડૂતોએ ભણ્યા આધુનિક ખેતીના પાઠ: મશરૂમ ઉત્પાદન, ડ્રોન ટેકનોલોજી, ખેતી સાથે પશુ પાલન સુધીનું પ્રાયોગિક માર્ગદર્શન : ગાંધીનગરમાં ૧૫મા એગ્રી એશિયા એક્ઝિબિશનની મુલાકાત દરમિયાન ખેડૂતોને કૃષિ ક્ષેત્રમાં આવેલ આધુનિક ટેકનોલોજી હાઇડ્રોપોનિક્સ ટેકનોલોજી, ડ્રોન આધારિત કૃષિ સેવાઓ, પ્રાકૃતિક ખેતી, ફાર્મ ઑટોમેશન, સ્માર્ટ સિંચાઈ વ્યવસ્થા, આધુનિક કૃષિ યંત્રો તથા વિવિધ એગ્રી-સ્ટાર્ટઅપ્સ સેવાઓની માહિતી સાથે ખાસ કરીને ઓછા પાણીમાં ખેતી, શ્રમ અને ખેતી ખર્ચમાં ઘટાડો, પાક વ્યવસ્થાપનમાં ટેકનોલોજીનો ઉપયોગ તથા ઉત્પાદનક્ષમતા વધારવા માટેની નવીન પદ્ધતિઓનું માર્ગદર્શન મળ્યું 9:32 AM IST