<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th April 2025

ગત રાત્રે, પાકિસ્તાન આર્મીએ નિયંત્રણ રેખા (LoC) પર સળંગ ચોથી રાત્રે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હતું. આ વખતે તેમની ફાયરિંગની ઘટના પીર પંજાલની દક્ષિણે જોવા મળી હતી, જે પહેલગામ હત્યાકાંડ પછી પહેલીવાર બન્યું છે. આ હત્યાકાંડ પાકિસ્તાન આર્મી દ્વારા તાલીમ પામેલા આતંકવાદીઓએ કર્યો હતો તેમ મનાય રહ્યું છે. પાકિસ્તાની સૈનિકોએ પૂંછ સેક્ટરમાં ભારતીય આર્મીની પોસ્ટ્સ પર લાઇટ મશીન ગન (LMG) અને મીડિયમ મશીન ગન (MMG) થી ફાયરિંગ કર્યું હતું. આ ઘટનાને કારણે સરહદ પર તણાવ વધી ગયો છે. ભારતીય સેનાએ પણ આ કાર્યવાહીનો યોગ્ય જવાબ આપ્યો હતો.

(9:32 AM IST)