<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th April 2025

ભારતીય હવામાન વિભાગ (IMD) એ આજે ઓડિશા, આસામ અને મેઘાલયના અમુક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર, આગામી 2-3 દિવસ દરમિયાન દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, ઓડિશા, તેલંગાણા, ઉત્તર આંતરિક કર્ણાટક, વિદર્ભ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ અને સિક્કિમના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ અને જોરદાર પવન ફૂંકાવાની સંભાવના છે. હવામાન વિભાગે વધુમાં જણાવ્યું છે કે આજે પશ્ચિમ અને પૂર્વ રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક સ્થળોએ હીટ વેવની સ્થિતિ જોવા મળી શકે છે. IMDએ આજે ઉત્તર પ્રદેશમાં ધૂળના તોફાનની પણ આગાહી કરી છે.

(8:50 AM IST)