News of Wednesday, 30th April 2025
ન્યૂઝફર્સ્ટ : ડોનાલ્ડ ટ્રમ્પે યુએસ પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યાને આજે ૧૦૦ દિવસ પૂર્ણ થયા છે, પરંતુ હજુ સુધી ભારતમાં નવા યુએસ એમ્બેસેડરની નિમણૂક કરવામાં આવી નથી. ભૂતપૂર્વ એમ્બેસેડર એરિક ગાર્સેટીએ ૧૯ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ, ટ્રમ્પના શપથગ્રહણના એક દિવસ પહેલાં ભારત છોડી દીધું હતું. ત્યારથી આ પદ ખાલી છે અને વ્હાઇટ હાઉસ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નામાંકન કરવામાં આવ્યું નથી. આ મહત્વપૂર્ણ નિમણૂકમાં વિલંબનું કારણ શુ હોય શકે?

(8:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
