<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st May 2025

આજે વહેલી સવારે, કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો. સિસ્મોલોજી વિભાગના જણાવ્યા અનુસાર, ભૂકંપ સવારે 6:11 કલાકે નોંધાયો હતો અને રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 2.5 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી લગભગ 19 કિલોમીટર દૂર કડોલ ગામ પાસે નોંધાયું હતું. આ આંચકાની તીવ્રતા ઓછી હોવાથી જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી.

(8:57 AM IST)