<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd May 2025

ન્યૂઝફર્સ્ટ : દિલ્હીમાં વરસી રહેલા ભારે વરસાદ, જોરદાર પવન અને ધૂળની ડમરીના કારણે દિલ્હી એરપોર્ટ પર ફ્લાઇટની કામગીરી ખોરવાઈ ગઈ છે, જ્યાં સરેરાશ 40 મિનિટનો વિલંબ નોંધાયો છે અને પાંચ ફ્લાઇટ્સને અમદાવાદ, જયપુર સહિત અન્ય એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી છે. આગમન કરતી 64 ફ્લાઇટ્સ સરેરાશ 28 મિનિટ મોડી છે અને 6 રદ કરાઈ છે, જ્યારે પ્રસ્થાન કરતી 141 ફ્લાઇટ્સ સરેરાશ 40 મિનિટ મોડી છે અને 8 રદ કરવામાં આવી છે, જેના કારણે મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને તેમને એરલાઇન્સ સાથે સંપર્કમાં રહેવા સૂચના આપવામાં આવી છે.

(9:55 AM IST)